હાથમાં આવવાના હતા પુરા 1800 કરોડ રૂપિયા, આ કારણે ચૂકી ગયું કપલ

PC: mirror.co.uk

એક કપલ 182 લાખ ડૉલરનો જેકપૉટ એટલે કે 1800 કરોડ રૂપિયા જીતવાથી ચૂકી ગયું. કપલની લૉટરી ટિકિટ લાગી શકતી હતી જો તેમણે ડ્રોવાળા દિવસે લૉટરીની ટિકિટ ખરીદવાનું બેલેન્સ પોતાના અકાઉન્ટમાં રાખ્યું હોત. પોતે કપલે આ ઘટના બાબતે લોકોને જણાવ્યું છે. આવો તો જાણીએ આ ઘટના ક્યાંની છે અને શું છે આખો મામલો. ધ સન યુકેના રિપોર્ટ મુજબ બ્રિટિશ કપલ રેચલ કેનેડી અને લિયામ મેકક્રોહન બંને લોટરીની ટિકિટ ખરીદતા રહે છે. સતત 5 અઠવાડિયાથી તેઓ એક જ નંબરની લૉટરીની ટિકિટ ખરીદી રહ્યા હતા. ટિકિટના પૈસા તેમના અકાઉન્ટમાંથી ઓટોમેટિક કપાઈ જતા હતા.

એક દિવસે તેમની લૉટરીનો નંબર લાગી ગયો, જે તેઓ 5 અઠવાડિયાથી ખરીદી રહ્યા હતા. લૉટરીની રકમ 1800 કરોડ રૂપિયાથી પણ વધારાની હતી પરંતુ તેમનું નસીબ જોર કરતું નહોતું. જે દિવસે તેમની લૉટરીનો નંબર લાગ્યો તેમના અકાઉન્ટમાંથી ટિકિટના પૈસા જ ન કપાયા. થયું જાણે એમ કે એ દિવસે કપલ પાસે અકાઉન્ટમાં ટિકિટ ખરીદવા માટે પૈસા જ નહોતા એટલે કે એ નંબર કોઈ બીજાનો લાગી ગયો જેના પર છેલ્લા ઘણા અઠવાડિયાથી આ કપલ પોતાનું નસીબ અજમાવી રહ્યું હતું.

તેમનું અકાઉન્ટ ઓટોમેટિક યુરોમિલિયન્સ ટિકિટ ખરીદવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ તેમના અકાઉન્ટમાં યોગ્ય રકમ નહોતી એટલે ટિકિટ ખરીદી શકાય નહીં. જોકે કપલ રેચલ અને લિયામ મેકક્રોહનને પહેલા લાગ્યું કે તેમણે લૉટરી જીતી લીધી છે કેમ કે તેમનો નંબર લકી ડ્રોમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે તેમણે લૉટરીવાળાને ફોન કર્યો તો હકીકત જાણવા મળી. ત્યારબાદ બંને ખૂબ જ નિરાશ થઈ ગયા. જે અકાઉન્ટથી ટિકિટ ખરીદી ન શકાય એ અકાઉન્ટ લિયામની ગર્લફ્રેન્ડ રેચલ કેનેડીનું હતું. લિયામે તેને લઈને ટ્વીટ કરી છે જેણે સોશિયલ મીડિયા પર ખૂબ લાઇમલાઇટ મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp