ડૉક્ટરોએ જેને મૃત જાહેર કરી, તે કોફિનમાં શ્વાસ લઈ રહી હતી, જાણો પછી શું થયું

PC: twitter.com/ElInformanteMX/

બ્રેન સ્ટ્રોક બાદ એક વૃદ્ધ મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. અહીં સારવાર બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. એટલું જ નહીં તેનું ડેથ સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરી દેવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ એ જ મહિલા કોફિનમાંથી જીવતી બહાર નીકળી. હવે હૉસ્પિટલ પર બેદરકારીના આરોપ લાગી રહ્યા છે. હાલમાં તપાસ માટે કમિટી બનાવી દેવામાં આવી છે. આ ઘટના ઇક્વાડોરના બાબાહોયો શહેરની છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ગત શુક્રવારે 76 વર્ષીય બેલા મોન્ટાયાને માર્ટિન ઈકાજાની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

થોડા સમય બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. જ્યારે પરિવારજનોને તેની જાણકારી મળી તો કોફિનની વ્યવસ્થા કરવામાં લાગી ગયા, જેથી બોડીને ઘરે લઈ જઈ શકાય. પરંતુ જ્યાં સુધી બોડી ઘરે પહોંચતી, ખબર પડી જે મોન્ટાયા જીવતી છે. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મોન્ટાયાને કોફિનની અંદર શ્વાસ લેતી નજરે પડી રહી છે. બાજુમાં ઉપસ્થિત બે લોકો તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારબાદ એ મહિલાને ફરીથી એ જ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી, જ્યાં તેને અગાઉ મૃત જાહેર કરવામાં આવી હતી.

મોન્ટાયાના પુત્ર ગિલ્બર્ટ બલબર્ને રવિવારે જણાવ્યું હતું કે, તે કોફિનમાં શ્વાસ લઈ રહી હતી. એક હાથ પણ ચલાવી રહી હતી. કુલ મળીને મારી માતા મરી નહોતી, પરંતુ જીવતી હતી. છતા પણ અમને ડેથ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યું. તે ખૂબ જ ગરીબ પરિવાથી છે. કોફિન માટે લોકો પાસે પૈસા માગવા પડ્યા. આ બાબતે ઇક્વાડોરના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન જાહેર કર્યું. તેમાં કહેવામાં આવ્યું કે, મોન્ટાયાને સ્ટ્રોક બાદ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી.

કોઈ પ્રતિક્રિયા ન આપવા પર ડ્યૂટી પર ઉપસ્થિત ડૉક્ટરોએ તેના મોતની પુષ્ટિ કરી. પરંતુ ત્યારબાદ ખબર  પડી કે મહિલાના શ્વાસ ચાલી રહ્યા છે. હાલમાં આ ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. કહેવામાં આવ્યું કે, મોન્ટાયા અત્યારે ઑક્સિજન પર છે. સ્થાનિક પ્રશાસનની દેખરેખમાં તેની સારવાર ચાલી રહી છે. તેની હાલત સ્થિર છે. તેના લગભગ બધા અંગ રિસ્પોન્ડ કરી રહ્યા છે. પૂરી રીતે સારી થવામાં સમય લાગી શકે છે કેમ કે ઉંમર પણ એક ફેક્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp