અમેરિકામાં વસવાટ કરવા ઉત્સુક H-1B વીઝાધારકો માટે ટ્રમ્પ સરકારે કરી મોટી જાહેરાત

PC: electronicsweekly.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે H-1B વીઝાધારકોને આશ્વાસન આપ્યું છે કે, તેમનું પ્રશાસન ટૂંક સમયમાં જ એવો બદલાવ કરશે, જેને કારણે તેમને અમેરિકામાં રોકાવાનો ભરોસો મળશે અને જેને કારણે તેમને માટે નાગરિકતા મેળવવાનો સંભવિત રસ્તો બનશે. મોટાભાગના H-1B વીઝાધારકો IT પ્રોફેશનલ્સ છે.

ટ્રમ્પે શુક્રવારે ટ્વિટ કર્યું હતુ કે, તેમનું પ્રશાસન H-1B વીઝાની અમેરિકન નીતિઓમાં બદલાવ લાવવાની યોજના બનાવી રહ્યુ છે અને તે પ્રતિભાશાળી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહન આપશે. ટ્રમ્પે ટ્વિટ કર્યું હતુ કે, અમેરિકામાં H-1B વીઝાધારક આશ્વસ્ત થઈ શકે છે કે, બદલાવ થોડાં સમયમાં જ કરવામાં આવશે, જેનાથી તમને અહીં રોકાવામાં સરળતા રહેશે અને તમને ભરોસો મળશે. સાથે જ તેનાથી અમેરિકાની નાગરિકતા મેળવવાના સંભવિત રસ્તા ખુલશે. અમે પ્રતિભાશાળી અને ઉચ્ચ કૌશલ્યવાળાં લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરીશું.

ટ્રમ્પનું આ ટ્વિટ ભારતીય પ્રોફેશનલ્સ ખાસ કરીને IT ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે. જેમણે ગ્રીન કાર્ડ અથવા સ્થાયી કાયદાકીય નિવાસ મેળવવી હોય તેમણે વર્તમાનમાં આશરે એક દાયકા જેટલી રાહ જોવી પડે છે.

રાષ્ટ્રપતિ શાસનકાળના પ્રથમ બે વર્ષોમાં ટ્રમ્પ પ્રશાસને H-1B વીઝાધારકો માટે અમેરિકામાં વધુ સમય માટે રોકાવા, વિસ્તાર અને નવા વીઝા મેળવવા મુશ્કેલ બનાવી દીધા હતા. ભારતીય IT પ્રોફેશનલ્સમાં H-1B વીઝાની ડિમાન્ડ વધુ છે. H-1B વીઝા એવા વીઝા છે, જેમાં અમેરિકી કંપનીઓ વિશેષજ્ઞ વિદેશી કામદારોને નોકરી પર રાખે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp