ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રવાસે આવનાર પ્રવાસીઓ અંગે આપ્યું વિવાદિત નિવેદન

PC: dailypost.ng

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બહારના દેશમાંથી અમેરિકામાં આવીને વસવાટ કરનારા પ્રવાસીઓ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકો જાનવર છે. તેમણે આ વાત બોર્ડર વોલ અને કાયદા એજન્સી વિશે થઈ રહેલી વાતચીત દરમિયાન કહી હતી.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કેલિફોર્નિયાના લોકોને કહ્યું હતું કે 'આપણા દેશમાં જે લોકો આવી રહ્યા છે અથવા તો આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવા લોકોને અમે બહાર ભગાવી રહ્યા છે. તમને વિશ્વાસ આવશે નહીં કે આ લોકો કેટલા ખરાબ છે, તેઓ માણસો નહીં પણ જાનવર છે. તેથી જ અમે તેમને દેશની બહાર કરી રહ્યા છીએ'.

થોડાં દિવસો પહેલા ટ્રમ્પે પ્રવાસીઓની સેન્ચ્યુરી સિટી અને MS -13 ગેંગ પર સવાલ ઉઠાવ્યા હતા અને હવે આવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે MS -13 ને દુષ્ટ ગેંગ બતાવી છે. ટ્રમ્પે પ્રવાસીઓ પર કરેલી આ ટિપ્પણીની ડેમોક્રેટ્સે ખૂબ નિંદા કરી છે. કોલરેડોના પોલીસે જણાવ્યું હતું કે 'પ્રવાસી માણસ છે, કોઈ જાનવર, ક્રિમિનલ, ડ્રગ ડીલર કે બળાત્કારી નહીં.'

કેલિફોર્નિયાના ગવર્નર જેરી બ્રાઉને જણાવ્યું હતું કે 'ટ્રમ્પ ઈમિગ્રેશનને લઈને ખોટું બોલી રહ્યા છે. આ સાથે તેમણે ક્રાઈમ અને કેલિફોર્નિયાના કાયદાને લઈને પણ ખોટું કહ્યું છે. ફક્ત એક ડઝન રાજકારણીઓ દ્વારા તેમની ચાપલૂસી કરવાથી કે તેમની હા માં હા મેળવવાથી કંઈ બદલાઈ જશે નહીં. આપણે દુનિયાની પાંચમી અને સૌથી મોટી અર્થવ્યવસ્થાના લોકો છીએ અને આ વાતથી ખુશ નથી'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp