ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશને આપી ધમકી, જો અમેરિકા પર હુમલો કર્યો તો...

PC: usatoday.com

ફરીએકવાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સામાં જોવા મળ્યા છે. ઈરાનના દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના રાજદૂતની હત્યાનો પ્લાન બનાવવાના સમાચારો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈરાને કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે અમેરિકા અથવા અમેરિકી લોકો પર કોઈ હુમલો કર્યો તો અમેરિકા કોઈપણ ઈરાની હુમલાના 1000 ગણા વધુ વિનાશક હુમલાથી જવાબ આપશે. ટ્રમ્પે ટ્વીટ કર્યું, મીડિયામાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાન કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે (અમેરિકી રાજદૂત)ની હત્યાનો પ્લાન બનાવી રહ્યું છે અથવા અમેરિકા વિરુદ્ધ અન્ય હુમલાઓનો પ્લાન બનાવી રહ્યું છે. કાસિમ સુલેમાનીની હત્યા ભવિષ્યમાં અમેરિકી સૈનિકો પર થનારા કોઈપણ હુમલા અને અમેરિકી સૈનિકોની હત્યાને અટકાવવા માટે કરવામાં આવ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, જો ઈરાને અમેરિકા વિરુદ્ધ કોઈપણ પ્રકારનો હુમલો કર્યો તો તેહરાન વિરુદ્ધ 1000 ગણી વધુ તાકાતથી હુમલો કરવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકી ગુપ્તચર રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાન પોતાના તાકાતવર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના રાજદૂતની હત્યા કરવા માગે છે. અમેરિકી ગુપ્તચર સુત્રોએ જણાવ્યું કે, અમેરિકાના રાજદૂતની હત્યાના પ્લાનનો ખુલાસો એવા સમય પર થયો છે, જ્યારે ઈરાન અમેરિકી હુમલાનો બદલો લેવા માટે તરસી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, જો ઈરાને આ હુમલાને અંજામ આપ્યો તો પહેલાથી જ ખરાબ ચાલી રહેલા ઈરાન- અમેરિકાના સંબંધ હજુ વધુ બગડી જશે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન પર પલટવાર કરવાનું જોખમ વધી જશે. તેને કારણે સમગ્ર પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ફસાવાનું જોખમ વધી જશે. અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણી આફ્રિકામાં ઈરાન દૂતાવાસ આ સમગ્ર મામલાના પ્લાનમાં સામેલ છે.

પોલિટિકો વેબસાઈટના રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકી રાજદૂત લાના માર્ક્સના જીવ પર મંડરાઈ રહેલા જોખમથી અમેરિકી અધિકારીઓ પરિચિત છે. જોકે, હાલના દિવસોમાં ઈરાની હુમલાના નિશાના પર રાજદૂત હોવાની સૂચના મળી છે. અમેરિકી અધિકારીઓને લાગી રહ્યું છે કે, દક્ષિણ આફ્રિકામાં રાજદૂત પર હુમલો કરવા ઈરાનના બદલાની કાર્યવાહીનો એક સંભવિત વિકલ્પ છે. આ અગાઉ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમેરિકી ડ્રોન હુમલામાં કાસિમ સુલેમાનીની હત્યા કરાવવામાં આવી હતી. તે સમયે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકાના ઈરાન વિરુદ્ધ પ્રતિરોધ વિકસિત કરવા માટે સુલેમાનીની હત્યા કરી છે. આ જોખમ જોતા અમેરિકી રાજદૂતની સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp