દુબઈના શાસકની રાજકુમારી પત્નીના બોડીગાર્ડ સાથે સંબંધ, ચૂપ રહેવાના આપ્યા 12 કરોડ

PC: marie-claire.es

દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની પત્ની રાજકુમારી હયાના પોતાના બોડીગાર્ડ સાથે સંબંધ હતા. રાજકુમારી હયાએ બોડીગાર્ડને પોતાના સંબંધની બાબતે ચૂપ રહેવા માટે લગભગ 12 કરોડ રૂપિયા આપ્યા હતા. બ્રિટનના કોર્ટમાં ચાલેલી સુનાવણીના આધાર પર ડેઇલી મેલે એ દાવો કર્યો છે કે દુબઈ શાસકે રાજકુમારી હયાને જણાવ્યા વિના જ શરિયા કાયદા હેઠળ તેને ફેબ્રુઆરી 2019મા છૂટાછેડા આપી દીધા હતા. રિપોર્ટ મુજબ રાજકુમારી હયાનો બોડીગાર્ડ પરણિત હતો, પરંતુ અફેરના કારણે બોડીગાર્ડનો ઘરસંસાર તૂટી ગયો હતો. રાજકુમારી હયા દુબઈ છોડી ચૂકી છે અને ઘણા વર્ષોથી બ્રિટનમાં રહે છે. બાળકોની કસ્ટડીને લઈને રાજકુમારી હયાએ બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને હયાના પક્ષમાં નિર્ણય આવ્યો હતો.

રાજકુમારી હયા પોતાના બોડીગાર્ડને ઘણી મોંઘી મોંઘી ગિફ્ટ આપતી રહેતી હતી, જેમાં 12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંદૂક જેવી વસ્તુઓ સામેલ હતી. રાજકુમારી હયા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠ્ઠી અને સૌથી નાની ઉંમરની પત્ની રહી હતી. સમજવામાં આવી રહ્યું છે કે તેમનું અફેર વર્ષ 2016મા શરૂ થયું હતું અને ત્યારે તે બોડીગાર્ડ રાજકુમારી હયા માટે પૂરી રીતે કામ કરવા લાગ્યો હતો.

અન્ય એક રિપોર્ટ મુજબ 46 વર્ષીય રાજકુમારી હયાના બ્રિટનના 37 વર્ષીય બોડીગાર્ડ રસેલ ફ્લૉવર સાથે અફેર લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમારી હયાએ 3 અન્ય બોડીગાર્ડને પણ રસેલ સાથેના પોતાના સંબંધ પર ચૂપ રહેવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. રાજકુમારી હયા વર્ષ 2018મા દૂબઈથી ભાગી નીકળી હતી અને હવે લંડનમાં રહે છે. તે બે બાળકોની મા છે.

ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર જ્યારે તેમણે બોડીગાર્ડ રસેલ ફ્લૉવરનો સંપર્ક કર્યો તો, તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. તો સમજવામાં આવી રહ્યું છે કે રાજકુમારી હયા પણ રસેલ ફ્લૉવર સાથેના પોતાના અફેર સાથે જોડાયેલા કેટલાક દાવા ફગાવે છે. 69 વર્ષીય શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ એક કવિ પણ છે. રાજકુમારી હયાની બેવફાઇ પર એક કવિતા લખીને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરી હતી. કવિતાનું શીર્ષક છે- ‘યુ લિવ્ડ એન્ડ યુ ડાઈટ’ તેમણે ઉર્દૂ ભાષામાં કવિતા લખી હતી કે ‘હવે મારી જિંદગીમાં તારી કોઈ જગ્યા નથી. મને હવે ફરક નથી પડતો કે તું જીવે છે કે મરી ગઈ. મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની 7 પત્નીઓ અને કુલ મળીને 23 બાળકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp