US એરફોર્સ માટે કામ કરશે એલન મસ્ક, 60 મિનિટમાં કોઈપણ ખૂણે પહોંચાડી દેશે હથિયાર

PC: hindi.news18.com

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અમેરિકાની સેના માટે મદદગારની ભૂમિકા નિભાવી શકે છે. અમેરિકાના રક્ષા મંત્રાલયના લીક થયેલા દસ્તાવેજોથી ખુલાસો થયો છે કે, પેંટાગોન એલન મસ્કના સ્ટારશીપ રોકેટનો એક કાફલો તૈયાર કરવા ઈચ્છે છે, જેના માધ્યમથી અમેરિકાના હથિયારો અને અન્ય સૈન્ય સામાનને દુનિયાની કોઈપણ જગ્યાએ 60 મિનિટની અંદર પહોંચાડી શકાય છે. અમેરિકી સેના દ્વારા એલન મસ્કની કંપની સાથે એક સમજૂતિ કરવામાં આવી છે, જેથી જોરદાર તાકાતવાળા સ્ટારશિપ રોકેટ દ્વારા આવનારા 5 વર્ષની અંદર સામાન મોકલવાની ટેકનિકલ વ્યવહાર્યતા શોધી શકાશે. જો તે સફળ રહેશે તો મસ્કની કંપની સ્પેસએક્સ સૈન્ય રોકેટનું નિર્માણ શરૂ કરી શકે છે.

આ લીક થયેલા દસ્તાવેજનું ટ્રાન્સપોર્ટેશન કમાન્ડે તૈયાર કર્યું છે, તે હેઠળ અમેરિકાની સેનાએ એલન મસ્કની કંપની સાથે એક કરાર કર્યો છે, જેથી જોરદાર તાકાત ધરાવતાં સ્ટારશિપ રોકેટના માધ્યમથી આગામી 5 વર્ષની અંદર સામાનને મોકલવાની ટેકનિકલ શક્તિઓની માહિતી મળી શકે.

જો આ સફળ રહેશે, તો મસ્કની કંપની સ્પેસએક્સ સૈન્ય રોકેટનું નિર્માણ શરૂ કરી શકે છે. મસ્કના આ રોકેટનો અનેકવાર ઉપયોગ કરી શકાય છે અને બીજું કારણ એ છે કે, આનો ઉપયોગ કરવામાં ખૂબ ઓછો ખર્ચ થાય છે.

અમેરિકાની સેનાનો આ પ્લાન સફળ થવા પર તે કાર્ગો વિમાનની રાહ જોયા વિના જ માત્ર 60 મિનિટની અંદર દુનિયામાં અવિશ્વસનીય ગતિથી સામાનની સપ્લાય કરી શકશે. પેંટાગોને સંકેત આપ્યો છે કે, સ્પેસ લોન્ચમાં સૈન્ય સામાનને મોકલવા પર ફોકસ કરવામાં આવશે.

તેણે આ પણ કહ્યું કે, અંતરિક્ષમાં માનવીને પણ મોકલાવી શકાય છે, તેમાં ત્રણ રીતના ઉપયોગની વાત કહેવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની સાથે યુદ્ધના સમયે પ્રશાંત મહાસાગરમાં તાત્કાલિક મદદ મોકલાવી શકાશે.

અત્યાર સુધી સ્પષ્ટ નથી થયું કે, આ પૂર્ણ પરિયોજના સ્પેસ ફોર્સ સાથે કેટલી સંકળાયેલી છે. અમેરિકાની સેના સ્પેસ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓના નિવારણ માટે સ્પેસ ફોર્સ બનાવી રહી છે. સ્પેસ ફોર્સ એક પેટ્રોલિંગ સેના છે, જે ચંદ્ર પર અને ખતરાઓ પર નજર રાખે છે. સ્પેસએક્સનું આ રોકેટ 165 ફૂટ લાંબું છે અને ગત લાંબા સમયથી અમેરિકાની સરકારના રડાર પર છે, અમેરિકાની વાયુસેનાને આ ખૂબ જ ફાયદાકારક લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp