ઓફિસમાંથી રજા લેવા સૌથી વધુ આ બહાનું આગળ ધરે છે કર્મચારીઓ, સરવેમાં ખુલાસો

PC: hindustantimes.com

મોટાભાગના કર્મચારીઓ બીમારીનું બહાનું બનાવીને ઓફીસમાંથી રજા લેતા હોય છે. સરવેમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનના કર્મચારીઓ બીમારીનું બહાનુ બનાવીને ઓફીસમાંથી રજા લેતા હોય છે. સરવેમાં એ વાત પણ કહેવામાં આવી છે કે જૂનિયર કર્મચારીઓ સીનિયરની તુલનામાં વધારે જુઠ્ઠુ બોલતા હોય છે.

સરવેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બ્રિટનમાં દર 5માંથી 2 કર્મચારીઓ ઓફીસમાં જુઠ્ઠુ બોલીને રજા લેતા હોય છે. સરવેમાં જ્યારે કર્મચારીઓની નૈતિકતા અને મૂલ્ પર સવાલ ઉઠાવાય તો તેમણે બીમારી વિશે ખોટું બોલવા અંગે, ચોરી કરવા અંગે અને શ્રેય લેવાની વાતનો સ્વીકાર કર્યો છે.

મહિલાઓની તુલનામાં અન્યના કામોનો વધારે શ્રેય લે છે પુરુષઃ

સરવેમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓની તુલનામાં પુરુષોમાં અન્યના કામોનો શ્રેય લેવાની વૃત્તિ વધારે હોય છે. પુરુષ તેના કર્મચારીઓના કામનો શ્રેય પોતે લઈ લેતા હોય છે અને વાહવાહી મેળવે છે.

આ સરવે 16 વર્ષથી વધુ 3655 વયસ્કોને પૂછપરછના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સરવેમાં માલૂમ પડ્યું છે કે, 66 ટકા કર્મચારી બોસને તેમના સહ કર્મચારીની બીમારી ન હોવા છતાં ગેરહાજર રહેવાની વાત છુપાવે છે.

સરવેમાં કહેવાયું છે કે, જો બોસ બ્રેક નથી લઈ રહ્યો અને લંચ ટાઈમમાં પણ ટેબલ પર જ જમે છે તો તેનું એ કારણ હોય છે કે કર્મચારી પણ બોસને ફોલો કરે. સરવેમાં માલૂમ પડ્યું કે કર્મચારી વર્ષમાં લગભગ 4 દિવસની સિક લીવ લે છે. 2018માં કર્મચારીઓએ ઓફીસ ન જવાનું કારણ બતાવતા શરદી, મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યા કે દિમાગી થકાવટ જેવી બીમારીઓ જણાવી હતી.

સરવેમાં કહેવામાં આવ્યું છે કે, પુરુષ બોસ મહિલા કર્મચારીને ખોટી રીતે સ્પર્શ કરે છે. તો 34વર્ષથી ઓછી ઉંમરના કર્મચારી મોટી ઉંમરના કર્મચારીઓની તુલનામાં વધારે વિરોધ કરે છે. જો ઓફીસમાં વરિષ્ઠ વ્યક્તિ યુવા સહકર્મી પર યૌમ શોષણની ટિપ્પણી કરી દે તો 70 ટકા વધારે યુવા, મહિલાની સાથે ઉભા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp