ઝુકરબર્ગની સુરક્ષા પાછળ ગત વર્ષે Facebookએ કર્યો 156 કરોડ રૂપિયાનો ખર્ચ

PC: cnbc.com

Facebookના CEO માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પાછળ ગત વર્ષે 2.26 કરોડ ડૉલર (156.32 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા. આશરે 2 કરોડ ડૉલરની રકમ ઝુકરબર્ગ અને તેના પરિવારની સુરક્ષા પર ખર્ચ થયા. 26 લાખ ડૉલર ઝુકરબર્ગને પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરવાને કારણે મળ્યા. આ રકમ પણ સુરક્ષા ખર્ચમાં સામેલ હતી.

Facebookએ શુક્રવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી હતી. 2017માં ઝુકરબર્ગની સુરક્ષાનો ખર્ચ 90 લાખ ડૉલર (62.25 કરોડ રૂપિયા) હતો. એખ વર્ષમાં તે 60 ટકા વધી ગયો છે. જોકે, બેઝીક સેલરી તરીકે ઝુકરબર્ગ 3 વર્ષથી 1 ડૉલર વાર્ષિક લઈ રહ્યો છે.

COO શેરિલ સૈંડબર્ગની સુરક્ષા પર Facebookએ ગત વર્ષે 29 લાખ ડૉલર (20 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા. 9 લાખ ડૉલર તેમના પ્રાઈવેટ પ્લેન ઉપયોગ કરવા માટે ચુકવવામાં આવ્યા. સૈંડબર્ગને સેલરી અને ભથ્થા તરીકે ગત વર્ષે 2.37 કરોડ ડૉલર (164 કરોડ રૂપિયા) મળ્યાં. 2017માં આ રકમ 2.52 કરોડ ડૉલર (174 કરોડ રૂપિયા) હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp