વાવાઝોડામાં લોકો મર્યા તો જવાબદારી તમારી છે, તાનાશાહના આદેશથી અધિકારીઓ ફફડે છે

PC: hindustantimes.com

વિચિત્ર વિચિત્ર જાહેરાતો અને  મગજ વગરના નિર્ણય લેવા માટે જાણીતા નોર્થ કોરિયાના તાનાશાહે કુદરતી આફતોને નહીં રોકી શકવા માટે જવાબદાર અધિકારીઓને ગંભીર સજા આપવાનો હુકમ કર્યો છે.સજા શું હશે તે તાનાશાહે જાહેર નથી કર્યું પરંતુ ત્યાના લોકોને ખબર છે કે એની સજા ભારે દર્દ આપનારી હશે.

ઘણા સમયથી વિવિધ મુશ્કેલીનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાને ટાયકુન માયસાક નામના વાવાઝોડાએ ભારે નુકશાન પહોંચાડયું છે.આ નુકશાનને રોકવા માટે અસફળ રહેલા અધિકારીઓને ગંભીર સજા આપવાનો હુકમ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કર્યો છે.વાવાઝોડાને કારણે થયેલા નુકશાનને કારણે કિમ આગ બબુલો થયો છે.તાનાશાહ કિમના હુકમથી બધા વિભાગના અધિકારીઓમાં ફફડાટ ફેલાય ગયો છે.તાનાશાહ કિમ જોંગે પોતાના સંદેશામાં સ્પષ્ટ કહ્યું છે કે, તોફાનને રોકવા અને જાનમાલને સુરક્ષિત જગ્યા નહીં પહોંચાડી શકનારા જે જવાબદાર  અધિકારીઓ હશે તેને ગંભીર સજા આપવામાં આવશે.

કોરાના વાયરસ મહામારી પછી નોર્થ  કોરિયાની આર્થિક હાલત પહેલાં કરતા વધારે ખરાબ થઇ છે.એમાં ટાયકુન વાવાઝોડાને કારણે નોર્થ કોરિયાને બમણો માર પડયો.જેને કારણે તાનાશાહ કિમ જોંગ બોખલાય ગયો છે.

કિમ જોંગને જે લોકો નજીકથી જાણે છે તેમને ખબર છે કે કિમ તમે કોઇ દિવસ કલ્પના ના કરી હોય તેવા પ્રકારની સજા આપી શકે.એ કઠોર અને અજીબોગરીબ પ્રકારની સખત સજા આપવા માટે જાણીતો છે.

નોર્થ કોરિયાની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ તાનાશાહ કિમ જોંગે તોફાન આવ્યું ત્યારથી લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા માટે આદેશ કર્યા હતા.પરંતુ અધિકારીઓ બધાને સુરક્ષિત સ્થાને ન પહોંચાડી શક્યા.વરસાદ અને તોફાનને કારણે નોર્થ કોરિયામાં ભારે નુકશાન થયું હતું.શહેર વોસન પૂરના પાણીથી ઘેરાઇ ગયું હતું.નોર્થ કોરિયામાં 40 હજાર હેકટર પાકને નુકશાન થઇ ચુકયું છે અને 17 હજાર ઘરો પાણીમાં ગરક થઇ ગયા છે.ઉપરાંત વરસાદ અને તોફાનને કારણે અહીંના રસ્તા, રેલવે લાઇનને પણ મોટું નુકશાન પહોંચ્યું છે. એક પાવર હાઉસને નુકશાન થતા ઘણા વિસ્તારોમાં હજુ વિજળી વેરણ થયેલી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp