મહિલાને ડ્રાઇવર સાથે ઝઘડવું પડ્યું ભારે, નદીમાં ખાબકી બસ, 13ના મોત

PC: ndtvimg.com

કોઈ પેસેન્જર અને બસ ડ્રાયવરની વચ્ચેની લડાઈ કેટલી ખતરનાક બની શકે છે, તેનું ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું છે. બસ ડ્રાઈવર અને મહિલા પેસેન્જરમાં બોલાચાલીને કારણે બલ પુલ પરથી નદીમાં પડી ગઈ. ઘટનામાં ઓછાંમાં ઓછાં 13 લોકો માર્યા ગયા છે.

દક્ષિણ પશ્ચિમી ચીનમાં બનેલી આ ઘટનાનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે, ડ્રાઈવર અને મહિલાના ઝઘડાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. યાન્ગજે નદીમાંથી 13 લોકોના શવ કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, મહિલા પોતાના નિર્ધારિત સ્ટોપ પર ઉતરી ન શકતા તે ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે બસ ડ્રાઈવર જોડે ઝઘડો કર્યો હતો.

ઘટના બની તે સમયે બસ 51 કિમી/કલાકની ઝડપે ચાલી રહી હતી. મહિલા સાથે લડાઈ થયા બાદ બસ ખોટી લેનમાં આવી ગઈ હતી અને પુલ નીચે પડી ગઈ હતી. પોલીસે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો છે. આ ઘટના એટલી ખતરનાક હતી કે કોઈપણ જીવિત બચ્યું નહોતુ. પોલીસે 13 લોકોનાં શવ બહાર કાઢી લીધા છે, જ્યારે બે લોકોના શવ હજુ મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp