પેરિસના નોટ્રે-ડેમ ચર્ચમાં ભીષણ આગ, 850 વર્ષ જુની ધરોહર બળીને ખાક, જુઓ વીડિયો

PC: intoday.in

ફ્રાન્સની રાજધાની પેરિસના મધ્યભાગમાં સ્થિત 12મી સદીના પ્રસિદ્ધ નોટ્રે-ડેમ કેથેડ્રલના મુખ્ય ભાગમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ઘટનાની સૂચના મળવ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કર્યું છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં ચર્ચનો એક ભાગ તૂટી પડ્યો. આગમાં 850 વર્ષ જુની આ ઈમારતની છત સંપૂર્ણરીતે નષ્ટ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, ઈમારતને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આગ છતથી શરૂ થઈ અને જોતજોતામાં આગે આખા ચર્ચને પોતાની લપેટમાં લઈ લીધું. નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગેલી આગને કારણે આકાશમાં આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. આ આગને જોયા બાદ કેટલાક લોકો ડરી ગયા હતા તો કેટલાક લોકો ભાવુક થઈ ગયા હતા અને ભગવાનને આ ધરોહરને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ સોમવારે સાંજે આશરે 5 વાગ્યે લાગી હતી. વ્યાપક પ્રમાણમાં ચર્ચના જીણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગ લાગવાનું કારણ જીર્ણોદ્વાર કાર્યો સાથે સંકળાયેલું હોઈ શકે છે. નોટ્રે-ડેમ કેથેડ્રલની મુખ્ય સંરચનાને કલાકોની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો છે. તેમજ કેથેડ્રલના મુખ્ય વિભાગમાં લાગેલી આગ પર પણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp