થાઇલેન્ડની ગુફામાંથી બહાર આવેલા બાળકોનો પહેલો વીડિયો આવ્યો સામે

PC: Thai government

થાઇલેન્ડની ગુફામાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી ફસાયેલા રહેલા 13 લોકોનો પહેલો વીડિયો સામે આવ્યો છે, આ વીડિયો હોસ્પિટલનો છે, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ વીડિયો થાઇ ગર્વમેન્ટે રીલિઝ કર્યો હતો.

મંગળવારે તમામ લોકોને ગુફામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા...

નોર્થ થાઇલેન્ડમાં પુરગ્રસ્ત ગુફામાં ફંસાયેલા બાળકોને કાઢવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બચાવ અભિયાન યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. ત્યારે તમામ બાળકો અને કોચને ગુફામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે, તેવી ખબર સામે આવી રહી છે. રવિવારે 4 અને સોમવારે 4 બાળકો બાદ આજે બાકીના તમામ લોકોને ગુફામાંથી બહાર કાઢવામાં રેસ્ક્યૂ ટીમને સફળતા મળી છે. આ સાથે ગુફાની બહાર ખુશીની લહેર પસરી ગઈ હતી.

ગુફામાં 12 બાળકો અને તેમના ફૂટબોલ કોચ છેલ્લા બે અઠવાડિયાથી ફંસાયેલા છે, જેમાં 9નો બચાવ થઈ ગયો છે અને બાકી 4ને કાઢવાનું ઓપરેશન ઝડપથી ચાલી રહ્યું છે.

 થાઈલેન્ડની ગુફામાંથી રવિવારે બચાવવામાં આવ્યા હતા 4 બાળકો...

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા 12 જુનિયર ફૂટબોલ ખેલાડીઓ અને તેમના કોચમાંથી 4 ખેલાડીઓને બહાર કાઢી લેવલ આવ્યા છે. બાકીના 7 બાળકો અને કોચને બચાવવાની કોશિશ હજી ચાલુ છે. આ ખેલાડીઓ અને તેમના કોચને નીકળવાના મિશનમાં 13 વિદેશી ડાઈવર્સ અને પાંચ નેવી સીલના ડાઈવર્સને મોકલવામાં આવ્યા છે. બધા ખેલાડીઓ એક સાથે બાહર નીકળી શકે એમ નથી. આ રેક્સ્યૂ ઓપરેશન 2થી 4 દિવસ સુધી ચાલી શકે છે.

ગુફામાં ફસાયેલા ખેલાડીઓને લખેલો સંદેશો વાંચીને તમના માતાપિતા ભાવુક થઈ ગયા. છેલ્લા બે અઠવાડિયાથી ગુફામાં ફસાયેલા આ બાળકોનો આ પ્રથમ લેખિત સંદેશ હતો. માતાપિતાને લખેલા આ પત્રમાં એક બાળકે લખ્યું છે કે ગુફાથી હવા થોડી ઠંડી છે પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. મારા જન્મ દિવસની પાર્ટી આપવાનું ભૂલતા નહીં. અમે બધા સલામત છીએ. જણાવી દઈએ કે જે દિવસે આ બાળકો ગુફામાં ફસાયા હતા તે જ દિવસે એક બાળકનો જન્મદિવસ હતો. આ બાળકનો જન્મદિવસ ઉજવવા બધા ગુફામાં ગયા હતા અને ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી તેઓ ગુફામાં ફસાઈ ગયા હતા. શનિવાર સવારે થાઈલેન્ડ નેવીના ડાઈવર્સની એક ટુકડી ગુફામાંથી આ લિખિત સંદેશ લઈને પાછી ફરી હતી.

બચાવ ટુકડીના સીનીયર અધિકારીઓએ જણાવ્યું કે ગુફામાં ઓક્સિજનની લાઈન પાથરવામાં આવી છે જેનાથી બાળકોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે. જણાવી દઈએ કે આ બધા ફૂટબોલ ખેલાડીઓ તેમના કોચ સાથે 23 જૂનની સાંજે ફૂટબોલનો અભ્યાસ કર્યા પછી આ ગુફા જોવા ગયા હતા અને પછી ત્યાં જ ફસાઈ ગયા હતા. નવ દિવસ પછી એક બચાવ ટુકડીએ તેમને શોધી કાઢ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp