દુનિયાભરમાં પ્રતિ વ્યક્તિ દર વર્ષે 4 વૃક્ષ થઈ રહ્યા છે ઓછા, ભારતની આ છે સ્થિતિ

દુનિયાભરમાં જંગલોની કાપણી વધી છે. નવા શોધ રિપોર્ટ મુજબ, કોફીથી લઈને સોયાબીન સુધીની ડઝનો ઉત્પાદન માટે ધનિક દેશોમાં માંગણી વધવાથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં વનોની કાપણી વધતી જ જઈ રહી છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે બ્રિટન અને અન્ય ધનિક દેશોના વલણ પરથી પ્રતિ વ્યક્તિએ 4 વૃક્ષ સતત ઓછા થઈ રહ્યા છે. જોકે રિપોર્ટ એમ પણ કહે છે કે વિકસિત દુનિયામાં હવે વૃક્ષોની સંખ્યા વધી રહી છે, પરંતુ વનોની કાપણી સાથે જોડાયેલા ઉત્પાદનોની આયાત આ પ્રયાસોને નબળા કરી રહી છે.
આ સ્ટડી નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં પ્રકાશિત થઈ છે. આમ તો ભારત અને ચીન જેવા દેશોમાં પણ વૃક્ષોની કાપણી વધી છે, પરંતુ હજુ પણ તે અમીર દેશોની તુલનામાં ખૂબ ઓછી છે. આંકડાઓ મુજબ ભારત અને ચીનના ઉપભોક્તા જ્યાં દર વર્ષે લગભગ એક વૃક્ષના નુકસાન માટે જવાબદાર છે, તો અમીર દેશનું સંગઠન G-7 ગ્રૂપમાં આ સંખ્યા લગભગ 4 થઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જળવાયુ અને જૈવ વિવિધતા માટે ખૂબ નુકસાનકારક છે. દુનિયાને જંગલોને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં ઊગનારા વૃક્ષોની પ્રજાતિઓની રક્ષા કરવા અને વૈશ્વિક તાપમાન વધારાને સીમિત કરવા માટે સૌથી મૂલ્યવાન માનવામાં આવે છે.
ઉષ્ણકટિબંધીય વન 50થી 90 ટકા સ્થાનિક છોડ અને પ્રાણીઓનું ઘર છે. રિપોર્ટ મુજબ, દુનિયામાં ઉષ્ણકટિબંધીય વનોની સૌથી વધારે કાપણીની બાબતે બ્રાઝિલ પહેલા નંબર પર છે. દુનિયાના 10 દેશોમાં જ 4.2 મિલિયન હેક્ટર ઉષ્ણકટિબંધીય વનોની કાપણી થઈ ગઈ છે. ગ્લોબલ ફોરેસ્ટ વૉચના જણાવ્યા મુજબ, તેમાં બ્રાઝિલ સાથે કાંગો, બોલિબિયા, ઈન્ડોનેશિયા, પેરૂ, કોલંબિયા, કેમરૂન, લાઓસ, મલેશિયા અને મેક્સિકો સામેલ છે. અવર વર્લ્ડ ઇન ડેટામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ દરેક વર્ષે જંગલોની એક તૃતીયાંશ કાપણી ખેતીના કારણે થાય છે.
દુનિયાની વધતી વસ્તી માટે વધારે અનાજની જરૂરતના કારણે આ જંગલો કાપીને ખેતરોમાં બદલવામાં આવી રહ્યા છે, પરંતુ જંગલ કાપવાનું સૌથી મોટું કારણ બીફનું ઉત્પાદન છે. 41 ટકા જંગલ આજ કારણે કપાય છે એટલે કે લગભગ 2.1 લિમિયન હેક્ટર દર વર્ષે. આ નેધરલેન્ડના કુલ આકારનો અરધો ભાગ છે. તો ઓઇલ સીડ અને સોયાબીન ઉત્પાદનથી 18 ટકા કાપણી થાય છે. આ કારણે બીફ અને ઓઇલ સીડના કારણે લગભગ 60 ટકા વૃક્ષ સાફ થઈ જાય છે. પેપર અને લાકડી સંબંધિત ઉદ્યોગોના કારણે 13 ટકા જંગલથી આપણે હાથ ધોઈ લઈએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp