આતંકી મસૂદ પર આ દેશે કરી મોટી કાર્યવાહી, બધી સંપત્તિ થશે જપ્ત

PC: firstpost.com

યુનાઇટેડ નેશન્સમાં જૈશ સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીન દ્વારા વીટો કર્યા બાદ ફ્રાન્સે આતંકવાદી મસૂદ અઝહર પર જાતે એક્શન લેવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સે મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જૈશ વિરુદ્ધ ફ્રાન્સની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. મસૂદના પક્ષમાં ચીનના વીટોનો અમેરિકા સહિત અનેક દેશોએ વિરોધ કર્યો હતો.

ફ્રાન્સ સરકારની હોમ મિનિસ્ટ્રી અને વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ જાહેર સંયુક્ત સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ફ્રાન્સ મસૂદને યુરોપિયન યુનિયનની આતંકવાદ સુચીમાં શામેલ કરવાની વાત કરશે. બીજી બાજુ પાકિસ્તાન પર પણ આતંકી મસૂદ પર કાર્યવાહી કરવાને લઇને જબરદસ્ત વૈશ્ચિક દબાણ છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ CRPF જવાનો પર આત્મઘાતી હુમલો થયો હતો. CRPFના કાફલા પર ઉચ્ચ તીવ્રતાવાળા IED વિસ્ફોટથી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. CRPF તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ હુમલામાં 40 જવાન શહીદ થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને મોટી સંખ્યામાં આતંકીઓનો સફાયો કરી દીધો હતો. પુલવામા હુમલા ઘણા દેશોએ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp