ચાલુ વિમાને હવામાં જ બારી તૂટી, પછી શું થયું? જાણો આખી ઘટના વિગતવાર

PC: ndtvimg.com

તિબેટની સિચુઆન એરલાઈન્સના વિમાનના ઉડ્યા પછી એક કલાકની અંદર જ કોકપિટની બારી તૂટી ગઈ. આ સમયે તરત જ વિમાનના સહ પાયલોટ કોકપિટની બહાર આવી ગયા અને વિમાનમાં હંગામો મચી ગયો. આ દરમિયાન વિમાનની અંદરનું તાપમાન માયનસ 40 ડિગ્રી સેન્ટિગ્રેટ સુધી પહોંચી ગયું હતું અને અંદર ખાવા-પીવાનો સામાન વિખેરાઈ ગયો. 

    

પાયલોટ લિયૂ ચુઆનજિયને જણાવ્યુ હતું કે વિમાન જ્યારે તિબેટની રાજધાની લ્હાસાથી 1500 કિલોમીટર દૂર હતું ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન વિમાનની વિન્ડશિલ્ડ જોરથી અવાજ સાથે તૂટી ગઈ. પાયલોટે એક જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન મેં જોયું કે મારા સહ-પાયલોટનું અડધું શરીર બારી સાથે લટકી રહ્યું હતું. સદનસીબે તેમણે બેલ્ટ પહેરેલો હતો. યાત્રીઓમાં ભયનો માહોલ જોઈને તેમણે કહ્યું કે ગભરાશો નહીં, અમે સંભાળી લેશું.

આ પછી 20 મિનિટની અંદર વિમાનનું સફળતા પૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પાયલોટ લિયૂએ જણાવ્યું હતું કે આ પછી મેં એર ટ્રાફિક કન્ટ્રોલને સૂચના આપી અને તેમના આદેશોનું પાલન કર્યું, જેના પછી અમે સુરક્ષિત રીતે જમીન પર ઊતરી શક્યા. હું આ રૂટ પર 100થી વધારે વખત ઉડાણ ભરી ચૂક્યો છું, જેથી મને ફાયદો થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp