AstraZeneca વેક્સીનની નવી સાઈડ ઈફેક્ટે વધારી ચિંતા, WHOએ આપી ચેતવણી

PC: gallup.com

WHOએ સોમવારે Janssen (Johnson & Johnson) અને AstraZeneca જેવી એડિનોવાયરસ વેક્ટર કોવિડ વેક્સીન પર ચિંતા વ્યક્ત કરી છે. વેક્સીન સેફ્ટી પર બનેલી ગ્લોબલ એડવાઈઝરી કમિટી (GACVS)એ પોતાના નિવેદનમાં ગુલિયર બેરે સિંડ્રોમ (GBS)નો ઉલ્લેખ કર્યો છે, જે એક ઓટોઈમ્યૂન ડિસોર્ડર છે. તેમા ઈમ્યૂન આપણા શરીરની નર્વ્સ સિસ્ટમને ડેમેજ કરવા માંડે છે. WHOની ગ્લોબલ એડવાઈઝરી કમિટી તરફથી આપવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, Janssen અને AstraZeneca વેક્સીનના શૉટથી ઈમ્યૂન સિસ્ટમ ડિસોર્ડરની સમસ્યા થઈ શકે છે. આ બીમારી નબળી માંસપેશીઓ, દુઃખાવો, સંવેદનાશૂન્ય અને પેરાલિસીસની સમસ્યાને ટ્રિગર કરી શકે છે.

GACVSએ 13 જુલાઈએ Janssen અને AstraZeneca વેક્સીનથી થનારા આવા ગંભીર લક્ષણોના રિપોર્ટ પર એક વર્ચ્યુઅલ કોન્ફ્રેન્સ કરી હતી. આ બંને વેક્સીન એડિનોવાયરસ પ્લેટફોર્મનો પોતાની કરોડરજ્જુની જેમ ઉપયોગ કરે છે. Oxford- AstraZeneca વેક્સીનને ભારતમાં કોવિશીલ્ડના નામથી મેન્યુફેક્ચર કરવામાં આવી છે. એક્સપર્ટે જણાવ્યું કે, GBS ઈન્ફેક્શન સહિત ઘણા કારણોથી ઉત્પન્ન થઈ શકે છે. આ મુશ્કેલી પુરુષો અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળી શકે છે. ગ્લોબલ એજન્સીએ કહ્યું કે, વેક્સીનેશન બાદ તેના મામલા ગુપ્તરીતે વધી શકે છે. વર્ષ 2011ના એક રિવ્યૂ અને મેટા એનાલિસિસ અનુસાર, યુરોપ અને નોર્થ અમેરિકામાં એક લાખમાં 0.8-1.9 મામલાઓમાં GB સિંડ્રોમનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

WHO અનુસાર, યુરોપિયન મેડિસીન એજન્સીની ફાર્માકોવિજિલેન્સ રિસ્ક એસેસ્મેન્ટ કમિટી (PRAC)એ 9 જુલાઈએ Vaxzevria (યુરોપમાં મેન્યુફેક્ચર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીન)ને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું. તેમા વેક્સીનેશન બાદ GBSને લઈને સતર્ક રહેવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, તેઓ વેક્સીનની સાથે GBSની ના પુષ્ટિ કરી શક્યા અને ના તેનો ઈન્કાર કરી શક્યા. રિપોર્ટ અનુસાર, યુરોપિયન યુનિયનમાં 27 જૂન, 2021 સુધી વેક્સીનેશન બાદ GBSના કુલ 227 મામલા નોંધવામાં આવ્યા હતા. ત્યાં 20 જૂન, 2021 સુધી Vaxzevriaથી આશરે પાંચ કરોડ કરતા વધુ લોકોને વેક્સીનેટ કરવામાં આવી ચુક્યા છે. Johnson & Johnson દ્વારા નિર્મિત Janssen વેક્સીન માટે અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 13 જુલાઈએ વેક્સીનેશન પ્રોવાઈડર ફેક્ટ શીટમાં સંશોધનની જાહેરાત કરી હતી. તેમા GBSના જોખમ સાથે સંકળાયેલી જાણકારીને સામેલ કરવાનું કહેવામા આવ્યું હતું.

ઈમ્યૂનાઈઝેશન પ્રેક્ટિસ પર અમેરિકાની એડવાઈઝરી કમિટીએ 22 જુલાઈની બેઠકમાં આ જાણકારીની સમિક્ષા કરી. 30 જૂન સુધી વેક્સીનથી થનારી સાઈડ ઈફેક્ટ્સમાં GBSના 100 મામલા નોંધાઈ ચુક્યા હતા. અમેરિકામાં વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત આશરે 1 કરોડ 20 લાખ કરતા વધુ લોકોને Janssenના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. WHOના તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સને GBS સહિત તમામ પ્રકારની સાઈડ ઈફેક્ટ્સ પર નજર રાખવા અને રિપોર્ટ કરવાનો આગ્રહ કર્યો છે. Janssen અને AstraZenecaની વેક્સીન આપવામાં આવી રહી છે, તેમા GBSના લક્ષણોની ઓળખ કરવાની જરૂર છે. WHO અનુસાર, તેમા લોકોને ચાલવામાં તકલીફ થઈ શકે છે. તેમના ચહેરાની પ્રતિક્રિયામાં બદલાવ આવી શકે છે. બ્લેડર અથવા આંતરડા સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, GBSના મોટાભાગના દર્દી આ રોગથી સંપૂર્ણરીતે રિકવર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp