આ દેશમાં લાઉડસ્પીકર પર નહીં પણ વ્હોટસઅપ પર અપાય છે અઝાન

PC: youtube.com

આફ્રિકાના ઘાનામાં સરકારે તમામ મસ્જિદ અને ચર્ચોને એવો આદેશ આપ્યો છે કે અઝાનમાં લોકોને બોલાવવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરો. આ સાથે લાઉડસ્પીકરના વિકલ્પમાં વોટ્સઅપનો ઉપયોગ શરૂ કરો. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં થતા અવાજના પ્રદુષણને રોકવાનો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મોટા ભાગે ધાર્મિક સ્થળો પર ભીડ રહે છે, જેના કારણે વાહન વ્યવ્હારમાં પણ સમસ્યા સર્જાય છે. ઘાનાની સરકારનું કહેવું છે કે આવા સમયે મસ્જિદ અને ચર્ચમાં થતો અવાજ ધ્વનિ પ્રદૂષણને વધારે છે. મસ્જિદની જેમ અહીંયાના ચર્ચને પણ આ આદેશ આપવામાં આવ્યો છે.

મુસ્લિમ સમુદાયે વોટ્સ અપ દ્વારા કરવામાં આવતા અઝાનના આ આદેશને નકારી કાઢ્યો હતો. ઈમામ શેખ ઉસ્સાન અહેમદના કહ્યા પ્રમાણે અઝાન દિવસમાં પાંચ વાર થાય છે અને વોટ્સ અપ દ્વારા મેસેજ મોકલવાથી અવાજનું પ્રદૂષણ રોકી શકાય છે, પણ તેના ઘણા આર્થિક નુકશાન પણ છે. ઈમામને દર મહિને પગાર નહીં મળે. ત્યાનાં રહેવાસી હબીબા અલીએ જણાવ્યું હતું કે અઝાનની પરંપરાગત રીતથી જ તેને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવી સંભવ થઈ શકશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp