યુવતીએ કારના બોનેટ પર ઘરેણાં મૂક્યા,કલાક પછી પણ ત્યાં જ હતા!ઈમાનદારી જોઈ આશ્ચર્ય
આજના સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના યુગમાં આપણને ઘણી જુદી જુદી વસ્તુઓ જોવા અને અનુભવવા મળે છે. ઘણી વખત આપણે એવી વસ્તુઓ જોતા હોઈએ છીએ, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, શું તમે કલ્પના કરી શકો છો કે, કોઈ એવી જગ્યા પણ હોઈ શકે કે, જ્યાં જાહેર રસ્તા પર પડેલા લાખોના સોનાના ઘરેણાં ને કોઈ હાથ પણ ન લગાડે. કંઈક આવું જ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
એ સાંભળીને ચોંકાવનારી વાત છે કે, લાખોની કિંમતના ઘરેણાં ભીડવાળા રસ્તા પર પડી જાય છે અને એક કલાક થઇ ગયા પછી પણ તેને કોઈ હાથ નથી લગાવતું. પરંતુ આ હકીકત છે. હાલમાં જ એક સોશિયલ એક્સપરિમેન્ટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
આ સોશિયલ એક્સપરિમેન્ટમાં એક મહિલાએ કારના બોનેટ પર લાખોની કિંમતના ઘરેણાં મૂક્યા અને ત્યાં એક છુપો કેમેરો લગાવી દીધો. એક કલાક સુધી સેંકડો લોકોની નજર તે ઘરેણાં પર પડી હતી, પરંતુ કોઈએ તેમને અડક્યા પણ નહીં. હકીકતમાં, જ્યારે તે ઘરેણાંમાંથી એક જયારે નીચે પડી ગયું હતું, ત્યારે ત્યાંથી પસાર થતી એક છોકરીએ તેને ઉપાડીને પાછું મૂકી દીધું. આવું જોઈને આ પ્રયોગ કરી રહેલી યુવતી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
આ વીડિયો દુબઈનો છે, જે દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક ગણાય છે. ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ 2024 મુજબ, નુમ્બિઓના 2024ના ડેટા અનુસાર વિશ્વના પાંચ સૌથી સુરક્ષિત શહેરોમાં દુબઈનો સમાવેશ થાય છે. દુબઈમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે અને સલામતીનો સ્કોર ઘણો વધારે છે. આ વાયરલ વીડિયો આ દાવાઓને સાચા સાબિત કરે છે.
આ વીડિયોને leylafshonkar નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ લોકોએ તેને જોયો છે, જ્યારે લગભગ 5 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વીડિયો પર લોકોએ ઘણી રમુજી અને રસપ્રદ કોમેન્ટ્સ કરી છે.
એક યુઝરે લખ્યું કે, આ કાયદાની કડકાઈનું પરિણામ છે, જો કોઈએ તેને હાથ પણ લગાડ્યો હોતે તો તેનો હાથ કપાઈ જ ગયો હોત. જ્યારે, કોઈએ મજાકમાં લખ્યું, 'ભારત આના કરતા ઘણું સારું છે. જો આ ઘરેણાં ભારતમાં આવી રીતે રાખવામાં આવ્યા હોત, તો તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના હાથમાં પહોંચી ગયા હોતે, અને તે પોતાની જિંદગી સારી રીતે પસાર કરી શકતે.
જ્યારે, કોઈએ કહ્યું કે તે ભારતમાં પણ આ પ્રકારનો સોશિયલ એક્સપરિમેન્ટ જોવા માંગે છે, જેથી અહીંનું પરિણામ પણ જાણી શકાય. શું તે અપેક્ષા મુજબનું જ હોતે કે, કંઈક અલગ જ હોતે? જો કે, કેટલાક બ્લોગર્સની ભૂલ તરફ ધ્યાન દોરતા પણ જોવા મળ્યા હતા, જ્યાં તે દુબઈને શહેરને બદલે દેશ કહેતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp