હાવર્ડના પ્રોફે.એ કર્યા ભારતના વખાણ,કહ્યું-તેના કારણે દુનિયાને મળી વેક્સીનની ભેટ

PC: linkedin.com

ભારત કોરોના વાયરસ સામે મોટી લડાઈ લડી રહ્યો છે. દૈનિક 3 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ 3000થી વધારે લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં પથારી ખાલી નથી, ઑક્સિજન અને ઈન્જેક્શનની અછત છે. આવી કપરી સ્થિતિમાં જ્યાં લોકોની આશા પર પાણી ફરી રહ્યા છે. એવામાં અમેરિકાની હાર્વડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. જેસી બમ્પે હકારાત્મક વાત કહી છે.

ઈતિહાસનો ઉલ્લેખ
આવી સ્થિતિમાં પ્રેરણા મળે એવી વાત કહી છે. ભારતનો ગૌરવશાળી ઈતિહાસ સમગ્ર દુનિયા સામે જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કેવી રીતે ભારત આટલી મુશ્કેલીઓ વેઠીને દુનિયાની મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓના ઈમ્પ્રુવમેન્ટમાં કાયમ સાઉથ એશિયન દેશ ખાસ કરીને ભારતની મોટી ભૂમિકા રહી છે. અમે સૌ આ વાતને સ્વીકારીએ છીએ. તેનું સન્માન કરીએ છીએ. આજથી આશરે 219 વર્ષ પહેલા જ્યારે આખી દુનિયા અછબડાના ભરડામાં આવી હતી. એ સમયે આ નવી બીમારી હતી. જેમાં 3થી 5 કરોડ લોકોનું મોત નીપજ્યા હતા. એવા સમયે બ્રિટિશ સરકારે જબરદસ્તીથી ભારતીય લોકો પર વેક્સીનનું ટ્રાયલ કર્યું હતું. પણ એનો ફાયદો સમગ્ર દુનિયાને થયો હતો. ભારતે સમગ્ર દુનિયાને વેક્સીનેશન અભિયાન શીખવાડ્યું છે. બ્રિટિશ વિજ્ઞાનીઓ શરૂઆતમાં નવી રસીનું પરિક્ષણ પહેલા ભારતમાં ગાય પર કરતા હતા. પછી ત્યાં રહેતા અનાથ લોકો પર કરવામાં આવતું, એ પણ જબરદસ્તીથી. એ સમયે આ અભિયાન અસંવેદનશીલ રહ્યું હતું. ભારતમાં વેરિયલાઈઝેશનનો ઈતિહાસ પણ વર્ષો જૂનો છે. આ જ કારણ છે કે, ભારતમાંથી જ વેક્સીન તૈયાર કરવાની યોગ્ય ટેકનિક આજે આખી દુનિયાને મળી છે.

વેક્સીન મળી રહી છે તો ભારતનો આભાર માનો
નોલેજ અને વેસ્ટર્ન સુપ્રીમના નામે ભારતીય લોકો સાથે મોટા ફલક પર મેડિકલ ક્રાઈમ થયા છે. ભારત પાસેથી દુનિયાના ઘણા દેશે વેક્સીન વહેચવાનો અભિગમ શીખ્યો છે. યુનિસેફ આજે પણ ભારતીય રીત અનુસાર કામ કરી રહ્યું છે. એટલે આજે જે લોકોને રસી મળી રહી છે તેમણે ભારતનો આભાર વ્યક્ત કરવો જોઈએ. ભારતીય લોકો પર પરીક્ષણ કરવાનો ફાયદો વેસ્ટર્ન લોકોને મળ્યો છે. વેસ્ટર્નના વિદ્યાર્થીઓ, નિષ્ણાંતો તથા શિક્ષણવિદોને આનો સીધો ફાયદો થયો છે. ભારતને કારણે જ દુનિયાની મોટી મોટી સંસ્થાઓને ફાયદો થયો છે. નિષ્ણાંતોનું કેરિયર બન્યું છે. આજે પણ પરીક્ષણ માટે ભારત મોટી જગ્યા છે. ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ બાદ આ પ્રકારના પરીક્ષણને કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. પણ આ ત્યારે જ શક્ય છે, જ્યારે લોકો પોતાની ઈચ્છાથી આ અંગે મંજૂરી આપે. પોતાનો જીવ જોખમમાં મુકીને લોકો આવું કરવા તૈયાર થાય છે.

ભારતે હંમેશાં સાથ આપ્યો, આપણે શું કર્યું?
બમ્પે વેસ્ટર્ન એકેડેમિક્સ અને રીસર્ચ ઈન્સ્ટિટ્યુટને હેલ્થ ફોર ઓલનો ઉલ્લેખ કરી ભારતની મદદ કરવા માટે અપીલ કરી છે. તમામ પ્રકારના અત્યાચાર થવા છતા ભારત આપણા લોકોની સાથે ઊભો છે. આપણો સાથ આપી રહ્યો છે. પણ આપણે શું કર્યું. બ્રિટિશ સરકારની ગુલામીમાંથી આઝાદ થયા બાદ પણ ભારતે દુનિયાને ઘણું આપ્યું છે. દુનિયાના ભલા માટે ભારતે G77, તટસ્થ રહીને રાષ્ટ્ર હિતમાં આંદોલન, સીરોની સાથે મળીને કામ કર્યું છે. દુનિયાને ગણિત આપ્યું. શૂન્યની શોધ કરી. તેને માટે સમગ્ર દુનિયા તરફથી ભારતનો આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp