અરે આ શું... બાંગ્લાદેશના આ પૂજારીએ હિન્દુ પર થતા અત્યાચારને સાવ નકારી કાઢ્યા!

PC: x.com/VHindus71

એક તરફ જ્યાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને મંદિરો તોડવાના સમાચારો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યા છે, ત્યારે બીજી તરફ બાંગ્લાદેશના એક હિન્દુ પૂજારીએ 'રામાયણના વિભીષણ' જેવું કામ કર્યું છે. જેના કારણે માત્ર બાંગ્લાદેશી હિન્દુઓ જ નારાજ નથી થયા, પરંતુ ભારતીય હિન્દુઓ પણ ગુસ્સે થઇ ગયા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ આ હિંદુ પૂજારી વિરુદ્ધ તપાસ અને બાંગ્લાદેશની યુનુસ સરકાર વિશે સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.

એક તરફ જ્યાં બાંગ્લાદેશી હિંદુઓ પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ રમના હરિચંદ મંદિરના સહાયક સચિવ અવિનાશ મિત્રાના આ નિવેદને નવો વિવાદ ઉભો કર્યો છે. હકીકતમાં, બાંગ્લાદેશના PM મોહમ્મદ યુનુસે તાજેતરમાં ધાર્મિક નેતાઓ સાથે બેઠક યોજી હતી. જો કે આ બેઠકનો હિંદુ સમુદાયના મોટા વર્ગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ હરિચંદ મંદિરના સહાયક સચિવ અવિનાશ મિત્રીએ ભાગ લીધો હતો અને બેઠકમાં ગયા હતા અને સભાને સંબોધતા કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર કોઈ જુલમ નથી થઇ રહ્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અવિનાશ મિત્રીએ કથિત રીતે કહ્યું છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સામે કોઈ હિંસા કે અત્યાચાર નથી થઇ રહ્યા. અવિનાશ મિત્રીના આ નિવેદન પછી બાંગ્લાદેશી મીડિયાએ હોબાળો મચાવ્યો હતો અને હિન્દુ સમુદાયનું કહેવું છે કે, આવા નિવેદનોથી તેમનો જુસ્સો નબળો પડશે. તેમનો આરોપ છે કે, અવિનાશ મિત્રી PM યુનુસના એકદમ ખાસ બનવાની કોશિશ કરી રહ્યા છે, તેથી જ તેઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

અવિનાશ મિત્રી વિશેના સમાચાર સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેમના વિશે વિવિધ પ્રકારના દાવાઓ થવા લાગ્યા હતા. વોઈસ ઓફ બાંગ્લાદેશી હિંદુ નામના X હેન્ડલે એક સમાચાર સાથે યુનુસ અને અવિનાશ મિત્રાની તસવીર શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું, 'મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. ડૉ. યુનુસે ઢાકામાં હિંદુઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કપટી 'બાબા'ની પસંદગી કરી છે. બાંગ્લાદેશી મીડિયાએ તેના ચરિત્રનો પર્દાફાશ કર્યો છે. તે વિવિધ વિસ્તારોમાં હિંદુઓ પાસેથી રૂ. 5 કરોડની ચોરી કરે છે અને પોતાને બચાવવા માટે એક હિંદુ ધાર્મિક નેતા બની રહ્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp