આ છે સૌથી વધુ વેતન મેળવનારા દુનિયાના 5 PM અને રાષ્ટ્રપતિ, જાણો PM મોદીની સેલરી

PC: netdna-ssl.com

દુનિયાના દરેક દેશના પોતાના એક પ્રમુખ હોય છે. શક્તિઓના આધાર પર આ પ્રમુખ ક્યાંક રાષ્ટ્રપતિ હોય છે, તો ક્યાં વડાપ્રધાન. દરેક દેશની સરકાર પોતાના રાષ્ટ્ર પ્રમુખને વેતન, ભઠ્ઠાં પણ આપે છે. ઘણા દેશોમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્ર પ્રમુખ હોવા છતા પણ ત્યાંના વડાપ્રધાનને તેમના જેટલું જ વેતન મળે છે.

શું તમે અંદાજો લગાવી શકો છો કે, રાષ્ટ્ર પ્રમુખોને કેટલું વેતન મળતું હશે? શું તમે જાણો છો કે, દુનિયાના એ કયા ટોપ 5 નેતા (રાષ્ટ્રપતિ/ વડાપ્રધાન) છે, જેમને સૌથી વધુ વેતન મળે છે? શું તમને ખબર છે દુનિયાના સૌથી વધુ વેતન મેળવનારા રાષ્ટ્રપ્રમુખો કોણ છે અને તેમનું વેતન કેટલું છે? તો ચાલો તમને જણાવી દઈએ કે સૌથી વધુ સેલરી મેળવનારા ટોપ 5 રાષ્ટ્રપ્રમુખો કોણ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલું વેતન મળે છેઃ

લી સિયન લૂંગ

પદઃ વડાપ્રધાન, સિંગાપોર

વાર્ષિક વેતનઃ 1610000 અમેરિકી ડૉલર (આશરે 11.54 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ GDP: 57081.14 અમેરિકી ડૉલર (આશરે 62.25 લાખ રૂપિયા)

કૈરી લેમ

પદઃ ચીફ એગ્ઝીક્યુટીવ, હોંગકોંગ

વાર્ષિક વેતનઃ 568400 અમેરિકી ડૉલર (આશરે 4.07 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ GDP- 57081.14 અમેરિકી ડૉલર (આશરે 40.93 લાખ રૂપિયા)

ઉલી મૌરર

પદઃ રાષ્ટ્રપતિ, સ્વિટ્ઝર્લેન્ડ

વાર્ષિક વેતનઃ 482958 અમેરિકી ડૉલર (આશરે 3.46 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ GDP: 56473.64 અમેરિકી ડૉલર (આશરે 40.49 લાખ રૂપિયા)

ડોનાલ્ડ ટ્રમ્પ

પદઃ રાષ્ટ્રપતિ, અમેરિકા

વાર્ષિક વેતનઃ 400000 અમેરિકી ડૉલર (આશરે 2.86 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ GDP: 54440.90 અમેરિકી ડૉલર (આશરે 39.03 લાખ રૂપિયા)

એક રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આખી સેલરી દાન કરી દે છે, કારણ કે તેમણે તેનો વાયદો કર્યો હતો.

સ્કૉટ મૉરિસન

પદઃ વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયા

વાર્ષિક વેતનઃ 378415 અમેરિકી ડૉલર (આશરે 2.71 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ GDP: 46554.63 અમેરિકી ડૉલર (આશરે 33.38 લાખ રૂપિયા)

*આમ તો ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્ર પ્રમુખ મહારાણી એલિઝાબેથ 2 છે. પરંતુ મહત્ત્વની શક્તિઓ ગવર્નર જનરલ પાસે હોય છે.

PM નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેલરી 19.92 લાખ રૂપિયા વાર્ષિક છે. ઓક્ટોબર 2019માં તેમને નાણાકીય વર્ષ 2018 માટે પોતાના વાર્ષિક આવક પણ એટલી જ જણાવી છે. જ્યારે રાષ્ટ્રપતિને 1.50 લાખ રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે છે.

ભારતની પ્રતિ વ્યક્તિ GDP માર્ચ 2019 અનુસાર, 2041 અમેરિકી ડૉલર (આશરે 1.46 લાખ રૂપિયા) છે.

*અહીં આપવામાં આવેલી યાદી સાઉદી અરબ, કુવેત, યુએઈ સહિત કેટલાક દેશોને છોડીને તૈયાર કરવામાં આવી છે. આ આંકડા સંબંધિત દેશોની વેબસાઈટ અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સહિત અન્ય સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓના આધાર પર આપવામાં આવ્યા છે. સમય તેમજ અંતરાલ અનુસાર આ આંકડાઓમાં બદલાવ સંભવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp