કોરોના વાયરસના દર્દીઓને ચીન સરકાર બોક્સમાં કરી રહ્યા છે બંધ, જુઓ વીડિયો

PC: youtube.com

ચીન કોરોના વાયરસને અટકાવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. કોરોના વાયરસને કારણે અત્યારસુધીમાં 1000 કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનમાં 42000 કરતા વધુ લોકો આ વાયરસથી સંક્રમિત છે. જ્યારે 187518 લોકો ઓબ્ઝર્વેશનમાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પર તમામ એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કોરોના વાયરસના દર્દીઓ સાથે ચીની અધિકારી દુર્વ્યવહાર કરતા દેખાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમા કોરોના વાયરસના એક સંદિગ્ધ દર્દીએ એક ડબ્બામાં બંધ કરીને ટ્રકમાં મુકવામાં આવ્યો છે. બોક્સમાં લોક થયા બાદ મહિલાની બૂમો સંભળાઈ રહી છે.

મહિલાનો પાર્ટનર તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કરતો દેખાઈ રહ્યો છે, પરંતુ બોક્સમાં લોક થયા બાદ મહિલા જોરજોરથી બૂમો પાડવા માંડે છે. ચીન પ્રશાસન સંક્રમિત લોકોને અલગ જગ્યાઓ પર રાખી રહ્યા છે, જેથી અન્ય લોકોમાં તેનું સંક્રમણ ના ફેલાય.

અન્ય એક વીડિયોમાં ચીની પોલીસ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની આશંકામાં એક મહિલાની બળજબરીપૂર્વક ધરપકડ કરી લે છે. મહિલાને તેની કારમાંથી જબરદસ્તી બહાર કાઢવામાં આવે છે. પોલીસ અધિકારી બાદમાં તેને રસ્તા પર જ છોડી દે છે અને પછી ટ્રાન્સપોર્ટ વેન આવીને તેને લઈ જાય છે.

સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોને તેમના ઘરોમાંથી ઘસડીને લઈ જવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ દરમિયાન તેનો જબરદસ્ત પ્રતિરોધ કરે છે.

આ લીક થયેલા વીડિયોઝ પરથી કેટલાક લોકો એવા અનુમાન લગાવી રહ્યા છે કે, ચીની અધિકારી કોરોના વાયરસની અસરને દુનિયાથી સંતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીની પ્રશાસને વાયરસના કેન્દ્ર વુહાનને પણ સંપૂર્ણરીતે બંધ કરી દીધું છે.

ક્યારેક સૌથી વ્યસ્ત રહેતા વુહાન શહેરમાં હાલ કોઈ ભૂત બંગલાની જેમ સન્નાટો ફેલાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp