ઇટલીમાં કૂતરાઓએ લીધી બાળકોની જગ્યા, ઘટતી વસતી પર પોપ ફ્રાન્સિસનું મોટું નિવેદન

PC: ncronline.org

પોપ ફ્રાન્સિસે ઇટલી ડેમોગ્રાફિક સંકટ પર મોટી વાત કહી છે. તેમણે ચેતવણી આપી છે કે, અહીં માત્ર ધનવાન લોકો જ બાળકો અફોર્ડ કરી શકે છે. ઘણા ઘરોમાં તો પાલતું પ્રાણીઓએ બાળકોની જગ્યા લઈ લીધી છે. પોપની સાથે સ્ટેજ પર અન્ય પણ લોકો હતા, જેમણે કહ્યું કે, તેઓ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરશે. યુરોપીય દેશોમાં ઇટલી એક એવો દેશ છે જ્યાં ફર્ટિલિટી રેટ સૌથી ઓછો છે. ગત વર્ષ 2022માં ઇટલીમાં પહેલીવાર જન્મદર 400000 કરતા ઓછો થઈ ગયો છે.

આવુ સતત 14મીવાર થયુ છે જ્યારે ઇટલીમાં જન્મદરમાં ઘટાડો આવ્યો છે. 58.85 મિલિયનની આબાદીમાં ગત વર્ષે 179000નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. પોપ ફ્રાન્સિસ રોમમાં ડેમોગ્રાફિક સંકટ પર વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જન્મ દરમાં ઘટાડાના ઘણા કારણો છે. તેમણે કહ્યું, એક સ્થિર જોબની શોધ, મકાનના ભાડામાં સતત વધારો અને ઓછી આવક એવા ઘણા કારણો છે, જેના કારણે અહીં જન્મ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ઘણા ઘરોમાં તો પ્રાણીઓએ બાળકોની જગ્યા લઈ લીધી છે.

પોપે એ પળને પણ યાદ કરી જ્યારે એક મહિલાએ પોતાની બેગ ખોલીને પોતાના બાળકને દુઆ આપવાનો અનુરોધ કર્યો. મહિલાએ જ્યારે બેગ ખોલી તો જોયુ કે બેગમાં એક નાનકડો કૂતરો હતો. જન્મ દર માત્ર ઇટલીમાં જ નીચે નથી જઈ રહ્યો. પરંતુ, જાપાન, દક્ષિણ કોરિયા અને પોર્ટુગલ એ દેશોમાં સામેલ છે જ્યાં જન્મ દર સતત નીચે જઈ રહ્યો છે. ઘટતી જનસંખ્યા ઇટલી માટે એક મોટી ચિંતા છે. જે યુરોપનો ત્રીજો મોટો દેશ છે.

ઇટલીની સતત ઘટતી આબાદીથી આશંકા છે કે, 2050 સુધી ઇટલી પોતાની આબાદીનો લગભગ પાંચમો હિસ્સો ગુમાવી દેશે. હવે જ્યારે નવા બાળકો જન્મ નથી લઈ રહ્યા પરંતુ, ઇટલીની આબાદી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. ઇટલીને ખાલી પારણાંનું ઘર પણ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે, એલન મસ્ક પણ ગત વર્ષે કહી ચુક્યા છે કે ઇટલી ગાયબ થઈ રહ્યું છે. જનસંખ્યા સંકટના કારણે અહીં ગરીબી પણ વધી શકે છે.

ઇટલીના અર્થવ્યવસ્થા મંત્રી જિયાનકાર્લો જિયોર્જેટીએ કહ્યું કે, 2042 સુધી, ઇટલીનો ઘટતો જન્મદર તેના સમગ્ર ઘરેલૂં ઉત્પાદ (GDP)ને 18% સુધી ઓછો કરી દેશે. ઇટલીમાં મહિલાઓના ઓછાં બાળકો પેદા કરવાના ઘણા કારણો છે. યુવાઓ પાસે સ્થિર નોકરી નથી, ચાઇલ્ડકેર સપોર્ટ સિસ્ટમ અપર્યાપ્ત છે- એવામાં મહિલાઓ માટે કામ અને પરિવારમાં બેલેન્સ બનાવવુ મુશ્કેલ બની જાય છે. ચેરિટી સેવ ધ ચિલ્ડ્રનના જણાવ્યા અનુસાર, 10માંથી 6 માતાઓની નર્સરી સુધી પહોંચ નથી, ઘણી ગર્ભવતી મહિલાઓને રાજીનામુ આપવા માટે મજબૂર કરવામાં આવે છે અને કેટલીક મહિલાઓને ગર્ભવતી થવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp