બાલાકોટ હુમલા બાદ પહેલી વખત મસૂદ અઝહર આવ્યો સામે, કર્યો આ દાવો

PC: indianexpress.com

પુલવામા હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પહેલી વખત સામે આવ્યો છે. મસૂદ અઝહરે પોતાના ન્યુઝપેપર અલ કલામની એક કોલમમાં લખીને દાવો કર્યો છે કે 24 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં કોઇ નુકસાન થયું છે. તેને સાથે દાવો કર્યો હતો કે તેના બધા આતંકવાદીઓ સુરક્ષિત છે.

આતંકવાદી મસૂદ અઝહરે પોતે પણ શારિરીક રીતે સ્વસ્થ હોવાનો દાવો કર્યો છે અને તે સાબિત કરવા માટે PM નરેન્દ્ર મોદીને મુકાબલો કરવા માટે પડકાર આપ્યો હતો. ભારતના અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સમાં જાણકારી આપવામાં આવી છે.

મસૂદ અઝહરે પોતાની કોલમમાં લખવામાં આવ્યું છે કે, બાલાકોટમા થયેલા નુકસાન અને પોતાના સ્વાસ્થ્ય વિશે લખવામાં આવેલા દાવાઓ સંપૂર્ણ ખોટા છે. મસૂદે કહ્યું છે કે, હું હજી જીવતો છું અને સ્વસ્થ પણ છું.

મસૂદ અઝહરે પોતાની કોલમમાં PM નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે કે તેઓ તેની સાથે શુટિંગ કે આર્ચરી મુકાબલો કરીને જોઇ લે કે તે કેટલો ફિટ છે. અત્યાર સુધી આ વાતે બળ નથી મળ્યું કે, અઝહર જ અલ કલામમાં આવેલી કલમનો લેખક છે પરંતુ સાદી અઝહર તેનું પેનનેમ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp