ભારતમાં ઇલીગલ ઇમિગ્રેશનનો ખેલ ચાલે છે, કેનેડાની સંસ્થા પણ સામેલ, EDએ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 10 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરે મુંબઇ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં કુલ 8 જગ્યાએ દરોડા પાડ્યા હતા,જેમાં ઇલીગલ ઇમિગ્રેશન વિશે ચોંકાવનારી માહિતી મળી છે.
19 જાન્યુઆરી 2022માં ગુજરાતની ડિંગુચા ગામના પરિવારના 4 વ્યક્તિઓને કેનેડામાં ઠંડીને કારણે મોત થયા હતા. આ પરિવાર ગેરકાયદે અમેરિકામાં કેનેડાના રસ્તે જઇ રહ્યું હતું. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની FIRને ધ્યાનમાં લઇને EDએ મની લોન્ડરીંગની તપાસ શરૂ કરી છે.
નાગરીકો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરે ત્યાં પહોંચ્યા પછી કોલેજમાં પ્રવેશ મેળવવાને બદલે તેઓ ગેરકાયદેસર અમેરિકાની સરહદ પાર કરી ગયા હતા. કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીની પણ સડોવણી હોવાની EDને શંકા છે.
ડિંગુચાના પરિવારના મોત મામલે હર્ષ પટેલ અને સ્ટીવ એન્થનની દોષી જાહેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp