આ દેશમાં માણસના આકારના દેખાયા ચામરચીડિયા, લોકો પણ ડરી ગયા

PC: gulfnews.com

સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો વાયરલ થતાં આપણે જોઈએ જ છીએ. એ વાયરલ વીડિયોમાં, ડાન્સ, મસ્તી, રોમાન્સ, નોલેજ સહિત જાતજાતનું જોવા અને જાણવા મળે છે. હવે તો સ્માર્ટ જમાનામાં પોતાની ક્રિએટિવિટી દર્શાવવા જાતજાતની એપ પણ વિકસિત કરી લેવામાં આવી છે. એવી પણ એપો છે જેને મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ એડિટિંગ કરીને વીડિયો નવેસરથી બનાવી શકાય છે, એ બધુ આપણે જાણીએ જ છીએ. પરંતુ શું તમે ક્યારેય માનવ આકારનું ચામરચીડિયું જોયું છે? ભાગ્યે જ જોયું હશે. ના જોયું હોય તો જરાયે ચિંતા ન કરશો આજે અમે તમને માનવ આકારના ચામરચીડિયા અંગે જણાવવા જઈ રહ્યા છીએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, એ ચામરચીડિયું સામાન્ય બીજા ચામરચીડિયાઓ જેવુ નથી, પરંતુ તેમાં વિશાળકાય માણસ જેવુ દેખાતું ચામરચીડિયું જોવા મળે છે.

હાલના સમયે આખી દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ચીનથી નીકળેલો આ વાયરસ કરોડોને પોતાની ઝપેટમાં લઈ ચુક્યો છે અને લાખો લોકોના જીવ લઈ ચુક્યો છે. આ વાયરસની બાબતે શરૂઆતથી એ ચર્ચા રહી છે કે શું તે ચામરચીડિયામાંથી નીકળ્યો છે કે બીજે ક્યાંકથી? આ દરમિયાન ફિલિપાઈન્સમાં એટલા મોટા આકારનું ચામરચીડિયું દેખાયું કે લોકો ડરી ગયા. ઉલ્લેખનીય છે કે, આ ચામરચીડિયું ફિલિપાઈન્સમાં દેખાયું છે. કોઈના ઘરની સામે ઊંધું લટકેલું આ વિશાળકાય ચામરચીડીયું લોકોને ડરાવી રહ્યું છે. તે લગભગ 6 ફૂટનું નજરે પડ્યું છે.

સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ થયા છે. @AlexJoestar622 નામના ટ્વીટર યુઝરે ચામરચીડિયાનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, ફિલિપાઈન્સમાં આટલી જ સાઈઝના ચમરચીડિયા જોવા મળે છે. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ટ્વીટર યુઝરોએ તેને ડરાવના કહ્યા છે. તેને જોઈને લોકો ડરી ગયા. કેટલાકે તો એમ પણ પૂછ્યું કે, એવા ચામરચીડિયા ક્યાં જોવા મળે છે? તો કેટલાક યુઝર્સે તેને ખતરનાક કોરોના વાયરસ સાથે જોડી દીધા. પછી તો ઘણા લોકો ચામારચીડિયાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માંડ્યા. ઉલ્લેખનીય છે કે, વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસને લઈને તમામ વિશેષજ્ઞોએ એ દાવો કર્યો છે કે, તે ચામરચીડિયા જેવા જીવોમાંથી જ માણસોમાં ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp