એક જ હોલમાં PM મોદી અને ઇમરાન ખાન પણ...

PC: ANI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં ચાલી રહેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા ગયા છે, ત્યારે આજે PM મોદી અને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન એક જ હોલમાં ભેગા થઇ ગયા હતા. PM મોદી અને ઇમરાન ખાન એકબીજાની આમને-સામને પણ આવ્યા હતા, પણ બંને વચ્ચે ન વાત થઇ ન કોઇ મુલાકાત.

SCOની 19મી બેઠકના ઉદઘાટન સમારોહમાં કેટલાય રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. સંયોગથી PM મોદી અને ઇમરાન ખાન હોલમાં એકસાથે જ પહોંચ્યા હતા, પરંતુ PM મોદીએ ન તો ઇમરાન ખાન સાથે હાથ મેળવ્યો કે ન તો કોઇ વાત કરી.

PM મોદીએ ઇમરાન ખાનને જોયા પણ નહોતા અને તેઓ સીધા તેમની સીટ પર જઇને બેસી ગયા હતા. ઇમરાનની ખુરશી એકદમ ખુણામાં હતી અને તે PM મોદીથી પાંચ-સીટ છોડીને બેઠા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp