રેહમ ખાનનો આરોપ: ઈમરાન ખાન છે સમલૈંગિક, પાર્ટીના નેતાઓ સાથે સંબંધ

PC: viewstorm.com

યૌન શોષણના આરોપ બાદ હવે રેહમ ખાને પોતાના પૂર્વ પતિ ઈમરાન ખાન પર સમલૈંગિક હોવાનો આરોપ લગાવ્યો છે. રેહમે પોતાના આવનારા પુસ્તકમાં દાવો કર્યો છે કે ઈમરાન સમલૈંગિક છે અને તેની પાર્ટીના ઘણા સભ્યો સાથે સંબંધ છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે, રેહમે ખુલાસો કર્યો છે કે ઈમરાન, પાકિસ્તાની એક્ટર હમજા અલી અબ્બાસી અને પીટીઆઈનો સભ્ય મુરાદ સઈદ સમલૈંગિક છે અને તેમની વચ્ચે સંબંધ પણ હતા. પરંતુ હજુ સુધી ઈમરાન ખાને અને હમજાએ કોઈ જવાબ આપ્યો નથી.

પરંતુ સઈદે ટ્વીટર દ્વારા પોતાની ઉપર લગાવવામાં આવેલા આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. સઈદે ટ્વીટ કર્યું હતું કે, જે કંઈ પણ ગંદુ મારા વિશે અથવા બીજા કોઈના વિશે કહેવામાં આવે છે તે અંગે બોલવા માટે મારી પાસે કંઈ જ નથી. રેહમ માત્ર બીજા કોઈના હાથની મહોરું બની છે.

રેહમે આ પહેલા ઈમરાન ખાન પર તેના લગ્ન પહેલા જ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. રેહમના કહેવા પ્રમાણે, જ્યારે તે ઈમરાન સાથે બીજી વખત મળી હતી ત્યારે ઈમરાને તેની સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી.
રેહમ ત્યારથી વિવાદોમાં છે, જ્યારે તેના પુસ્તકનો કેટલોક ભાગ ઓનલાઈન લીક થયો હતો. રેહમે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અક્રમ પર પણ પોતાની સેક્સુઅલ ફેન્ટસી પૂરી કરવા માટે તેની પત્નીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp