દુનિયાના સૌથી મોટા પરમાણુ ફ્યુઝન પ્રોજેક્ટમાં ભારતે તૈયાર કર્યું ફ્રીઝ

PC: dainikbhaskar.com

યુરોપના ફ્રાંસમાં દોઢ લાખ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા દુનિયાના સૌથી મોટા પરમાણું ફ્યુઝન પ્રોજેક્ટમાં ભારતે એક મોટું અને મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતે આ પ્રોજેક્ટમાં પોતાનો હિસ્સો આપ્યો છે. સુરતના હજીરામાં આ પ્રોજેક્ટનો હૃદય મનાતો એક ભાગ જેને ક્રાયોસ્ટેટ કહેવામાં આવે છે તે તૈયાર થયો છે. આ ક્રાયોસ્ટેટને આવનારા થોડા દિવસમાં હજીરાથી ફ્રાંસ રવાના કરવામાં આવશે.

ચીન પાસેથી છીનવી લીધો આ પ્રોજેક્ટ
L&T કંપનીએ તૈયાર કરેલો આ પાર્ટ સ્ટીલનું એક હાઈ વેક્યુમ પ્રેશન ચેમ્બર છે. જ્યારે કોઈ રિએક્ટર એક હદથી વધારે ગરમી ઉત્પન્ન કરે છે ત્યારે તેને ટાઢું પાડવા માટે એક મોટા ફ્રીજની જરૂર પડે છે. જેની ઠંડકની તીવ્રતા વધારે હોય. તેને ક્રાયોસ્ટેટ કહેવામાં આવે છે. ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર પ્રોજેક્ટના સભ્ય દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ પહેલા આ ભાગને તૈયાર કરવાની જવાબદારી ચીનને સોંપવામાં આવી હતી. પછીથી ભારતે ચીન પાસેથી આ જવાબદારી છીનવી લીધી. આ પ્રોજેક્ટ અંતર્ગત 25 કરોડ ડીગ્રી સે. તાપમાન પેદા થશે. જે સૂર્યના કોરથી 10 ગણુ વધારે છે.

ક્રાયોસ્ટેટ એક વર્કશોપમાં તૈયાર થયું
ક્રાયોસ્ટેટનું કુલ વજન 3850 ટન છે. તેનો 50મો અને અંતિમ ભાગ 650 ટન વજન ધરાવે છે. જ્યારે પહોળાઈ 29.4 મીટર અને ઊંચાઈ 29 મીટર છે. ફ્રાંસના કાદાર્શેમાં રિએક્ટર તૈયાર થઈ રહ્યું છે. લોકડાઉન હોવા છતાં ભારત ફ્રાંસને આ ભાગ મોકલશે. જેના નાના-મોટા ભાગને જોડીને એક મોટી ચેમ્બર તૈયાર કરવામાં આવશે. આ ચેમ્બરને આકાર આપવા ભારતે પણ કાદાર્શે નજીક એક વર્કશોપ ઊભું કર્યું છે. સમગ્ર પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન 9 ટકા છે. પણ ક્રાયોસ્ટેટ આપવાથી દેશ પાસે તેની એક બૌદ્ધિક સંપદાના હક સુરક્ષિત રહેશે. પૃથ્વી પર જ એક માઈક્રો સૂર્ય પેદા કરવાની જવાબદારી કુલ 7 દેશે ઊઠાવી છે. જેમાં ભારતનો સમાવેશ થાય છે. આ સિવાય અમેરિકા, રશિયા અને જાપાન જેવા દેશ પણ અલગ અલગ મોડલ તૈયાર કરી રહ્યા છે. ભારતના ભાગે ક્રાયોસ્ટેટની જવાબદારી હતી. ગત જૂલાઈ મહિનામાં તેનું નીચેનું સિલિન્ડર ફ્રાંસ મોકલાયું હતું. ગત માર્ચ મહિનામાં તેનું ઉપલું સિલિન્ડર તૈયાર કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp