નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં થયો સૌથી વધુ બાળકોનો જન્મ

PC: happiestbaby.com

નવા વર્ષના પહેલા દિવસે ભારતમાં 69944 નવજાતોનો જન્મ થયો. આ સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. ભારત બાદ ચીનનો નંબર રહ્યો, જ્યાં 44940 નવજાત દુનિયામાં આવ્યા. Unicefની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. નાઈઝીરિયામાં 1 જાન્યુઆરી, 2019ના રોજ 25685 બાળકોનો જન્મ થયો હોવાની જાણકારી આપવામાં આવી છે.

395072 બાળકો વિશ્વભરમાં જન્મ્યા

98768 બાળકો દક્ષિણ એશિયામાં જન્મ્યા

15112 બાળકો પાકિસ્તાનમાં જન્મ્યા

8428 બાળકોનો જન્મ બાંગ્લાદેશમાં થયો

18 ટકા બાળકો ભારતમાં જન્મ્યા

વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ ભલે વિશ્વમાં આશરે 4 લાખ બાળકોનો જન્મ થયો છે. હજારો એલેક્ઝાન્ડર, આયશા, રાધા, કૃષ્ણ, રામ અને રહીમ જન્મ્યા. પરંતુ હકીકત એ પણ છે કે લાખો બાળકો એવા છે જેમના નામકરણનો અવસર જ નથી આવતો. તેઓ એક દિવસ પણ જીવી નથી શકતા.

Unicefના જણાવ્યા અનુસાર, 2017માં આશરે 10 લાખ બાળકોને જન્મના પહેલા દિવસે જ કાળ ભરખી ગયો હતો અને આશરે 25 લાખ બાળકોએ જન્મના પહેલા મહિનામાં જ દમ તોડ્યો હતો. આ બાળકોમાં મોટાભાગનાનુ મૃત્યુ સમય પહેલા જન્મ, પ્રસૂતિ દરમિયાન આકસ્મિક ઘટના, સંક્રમણ, નિમોનિયા જેવા ટાળી શકાતા કારણોને કારણે થયુ હતુ. જેને કારણે તેમના જીવવાના મૂળભૂત અધિકારોનુ હનન થયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp