શું ભારતીય મૂળના રૂબી ઢલ્લા બનશે કેનેડાના PM? બોલિવુડમાં પણ...

PC: instagram.com/rubydhalla1

જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં નવા PM માટેની દોડ શરૂ થઈ ગઈ છે. આ રેસમાં ભારતીય મૂળની રૂબી ઢલ્લાનું નામ પણ સામેલ છે. તેમણે લિબરલ પાર્ટીના નેતા તરીકે જસ્ટિન ટ્રુડોના અનુગામી બનવા માટે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી શરૂ કરી, એક એવી ભૂમિકા જે જો પાર્ટી આગામી ફેડરલ ચૂંટણી જીતે તો PMપદ તરફ લઇ જઈ શકે છે.

રૂબી ઢલ્લાનો જન્મ 18 ફેબ્રુઆરી, 1974ના રોજ કેનેડાની રાજધાની ઓટાવાથી લગભગ 2000 કિલોમીટર દૂર વિનીપેગ શહેરમાં સ્થાયી થયેલા એક ઇમિગ્રન્ટ પંજાબી પરિવારમાં થયો હતો.

50 વર્ષીય રૂબી ઢલ્લા એક સ્વ-નિર્મિત ઉદ્યોગપતિ, ડૉક્ટર અને કેનેડાના ત્રણ વખતના પ્રખ્યાત સાંસદ છે. રૂબી ઢલ્લા ઢલ્લા ગ્રુપ ઓફ કંપનીઝના CEO અને ચેરપર્સન તરીકે પણ સેવા આપે છે.

જો તે PM બનશે, તો તે કેનેડાની પ્રથમ અશ્વેત મહિલા PM બનશે. તેમણે સતત વધતા રહેઠાણના ખર્ચ, ગુના દર, ખાદ્યપદાર્થોના ભાવ અને અમેરિકા તરફથી મળી રહેલી ટેરિફ ધમકીઓનો મુદ્દો ઉઠાવ્યો છે.

2004થી 2011 સુધી સંસદ સભ્ય રહેલા રૂબી ઢલ્લા કહે છે કે, તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કેનેડાની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માંગે છે.

તાજેતરમાં, રૂબી ઢલ્લાએ એક નિવેદન આપીને હેડલાઇન્સ બનાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, જો તે ચૂંટાઈ આવશે, તો તે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર ફેંકી દેશે. આ વચને ઇમિગ્રેશનને તેમના પ્રચારના કેન્દ્રમાં રાખ્યું છે અને તેને સમર્થન અને વિવાદ બંને મળ્યા છે.

જો આપણે રૂબી ઢલ્લાના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ પર યુનિવર્સિટી શિક્ષણ પૂર્ણ કર્યું.

ત્યારબાદ તેમણે વિનિપેગ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 1995માં બાયોકેમિસ્ટ્રીમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી, જેમાં તેમણે પોલિટિકલ સાયન્સમાં માઇનોર ડિગ્રી મેળવી.

રૂબી ઢલ્લાને 1995માં મેનિટોબા માટે રોડ્સ શિષ્યવૃત્તિ માટે નોમિની તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ત્યારપછી ઢલ્લા ટોરોન્ટો ગયા, જ્યાં તેમણે 1999માં કેનેડિયન મેમોરિયલ ચિરોપ્રેક્ટિક કોલેજમાંથી ડોક્ટર ઓફ ચિરોપ્રેક્ટિકની ડિગ્રી મેળવી.

રાજકારણમાં પ્રવેશતા પહેલા, રૂબી ઢલ્લાએ એક કાયરોપ્રેક્ટર તરીકે કામ કર્યું હતું. કાયરોપ્રેક્ટિક એ હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓને લગતી સમસ્યાઓની સારવાર કરવાની એક પદ્ધતિ છે.

રૂબી ઢલ્લાએ અભિનયમાં પણ હાથ અજમાવ્યો, તે બોલિવૂડથી પ્રેરિત ફિલ્મ 'ક્યોં? કિસ લિયે?'માં હીરોઈન તરીકે કામ કર્યું છે. વિનોદ તલવાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી, જેમાં રૂબી ઢલ્લા, જેસન ક્રુટ અને ચિકો સિહરા પણ નજર આવ્યા હતા.

ભારતીય મૂળના રૂબી ઢલ્લા 1993માં મિસ ઈન્ડિયા-કેનેડા સ્પર્ધામાં રનર અપ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp