આ દેશે ટ્રમ્પ વિરુદ્ધ જાહેર કર્યુ અરેસ્ટ વોરન્ટ, ઈન્ટરપોલ પાસે માગી ધરપકડમાં મદદ

PC: dailypioneer.com

ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કરી દીધું છે. ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ સહિત ડઝનો લોકોની ધરપકડ માટે ઈન્ટરપોલ પાસે પણ મદદ માગી છે. જણાવી દઈએ કે, 3 જાન્યુઆરી, 2019ના રોજ અમેરિકાએ બગદાદમાં ડ્રોન સ્ટ્રાઈક કરીને જનરલ કમાન્ડર કાસિમ સુલેમાનીને ઠાર કર્યો હતો. આ મામલામાં ઈરાને આ પગલું ઉઠાવ્યું છે. ઈરાનની સરકારની ન્યૂઝ એજન્સી ISNAના જણાવ્યા અનુસાર, તેહરાનના પ્રોસિક્યૂટર અલી અલકાશીમેહરે સોમવારે કહ્યું કે, ટ્રમ્પ અને 30 કરતા વધુ લોકો પર કાસિમ સુલેમાનીની હત્યા અને આતંકવાદનો આરોપ લગાવ્યો છે.

જોકે, ઈરાનના વોરંટથી ડૉનાલ્ડ ટ્રમ્પને ધરપકડનું કોઈ જોખમ નથી. આ વોરંટથી ઈરાન અને અમેરિકાની વચ્ચે તણાવ હજુ વધી જશે. જણાવી દઈએ કે, વિશ્વની પ્રમુખ શક્તિઓ તેમજ ઈરાનની વચ્ચે થયેલા પરમાણુ કરારથી અમેરિકી રાષ્ટ્રપતિના અલગ થઈ ગયા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો.

અલકાસિર મેહરે ટ્રમ્પ ઉપરાંત કોઈનું નામ નથી લીધુ, જોકે ભાર આપીને કહ્યું કે ઈરાન દોષીઓને સજા અપાવીને રહેશે, પછી ભલે ટ્રમ્પનો રાષ્ટ્રપતિ કાર્યકાળ જ સમાપ્ત કેમ ના થઈ જાય. અલકાસિર મેહરે કહ્યું કે, ઈરાને ટ્રમ્પ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરવાનો પણ અનુરોધ કર્યો છે. ઈન્ટરપોલના ટોચના લોકોની ધરપકડ માટે રેડ નોટિસ જાહેર કરે છે. ફ્રાન્સના લિયોન સ્થિત ઈન્ટરપોલ એજન્સી તરફથી હજુ સુધી ઈરાન તરફથી કરવામાં આવેલા અનુરોધને લઈને કોઈ જવાબ નથી આવ્યો. ઈન્ટરપોલ કદાચ જ ઈરાનના અનુરોધનો સ્વીકાર કરે કારણ કે, ગાઈડલાઈનમાં કોઈપણ રાજકીય પ્રકૃતિની ગતિવિધિ અને કાર્યવાહીને બહાર રાખવામાં આવી છે.

અમેરિકાએ રિવોલ્યૂશનરી ગાર્ડ્ઝ ફોર્સના કમાન્ડર જનરલ સુલેમાનીને 3 જાન્યુઆરીએ બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં એક સ્ટ્રાઈકમાં માર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે, કાસિમ સુલેમાની અમેરિકીઓ વિરુદ્ધ હુમલાની સાજિશમાં સામેલ હતો. ઈરાને ત્યારબાદ ઈરાકમાં અમેરિકી સૈનિકોના ઠેકાણા પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. જોકે, ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનના હુમલાથી તેમના એક પણ સૈનિકને નુકસાન નથી પહોંચ્યું.

ઈરાન અને અમેરિકાના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકાએ 2015માં ઈરાનની સાથે થયેલી પરમાણુ ડીલમાંથી બહાર થયા બાદ તેના પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવી દીધા હતા. અમેરિકી પ્રતિબંધોની ઈરાનની અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp