ઇરાને યુક્રેન વિમાન ઘટના માટે અમેરિકા દોષી ગણાવ્યું, કહ્યુઃ US સાયબર એટેક કર્યો

PC: businessinsider.com

થોડા દિવસો પહેલા ઇરાનની રાજધાની તહેરાનમાં યુક્રેનના વિમાનને અકસ્માત થવાની જાણકારી સામે આવી હતી. ત્યારબાદ એક એવો ખુલાસો થયો હતો કે ઇરાને દુશ્મનનું વિમાન સમજીને યુક્રેનના વિમાનને તોડી પાડ્યું હતું. હવે ઇરાનની તહેરાન યુનિવર્સિટીએ એવો દાવો કર્યો છે કે, અમેરિકાએ ઇરાનના રડાર પર સાઇબર એટેક કરીને તેને ડેમેજ કરી દીધું હતું, જેના કારણે ઇરાનના એર ડિફેન્સ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેથી વિમાની અકસ્માત સર્જાયો હતો, જેમાં 176 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. ઇરાનના એક્સપર્ટ્સના કહેવા અનુસાર આ સાયબર એટેક કેમિકલ હુમલાથી પણ વધારે ખતરનાક હતો.

આ પહેલા ઇરાને સ્વીકાર કર્યુ હતું કે મિસાઇલ એટેકમાં જ યુક્રેનનું વિમાન ક્રેશ થઇ ગયું હતું. હસન રૂહાની સરકારનું કહેવું હતું કે, વિમાન બોઇંગ-737 સંવેદનશીલ સૈન્ય વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું હતું તેના કારણે તેને ઓળખવામાં ભૂલ ગઇ હતી. જો કે યુક્રેને આ દાવો નકારી દીધો હતો તેમણે કહ્યું હતું કે તેમનું વિમાન ઇન્ટરનેશનલ રૂટ પર જ હતો. નિષ્ણાતો આ સાયબર એટેકને ઈરાનનો સામનો કરવા અમેરિકાના પ્લાન-B માને છે, જેની તૈયારી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે પહેલાથી જ નક્કી હતું કે, જો અમેરિકા, ઇરાન વિરુદ્વ સૈન્ય કાર્યવાહી ન કરી શક્યું તો તેમના સૈન્ય સ્થળો પર મિસાઇલને ઓપરેટ કરનારા કમ્પ્યુટરો પર સાયબર એટેક કરી દેશે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો વર્ષ 2018માં રશિયાની ઇન્ટરનેશનલ રિસર્ચ એજન્સી પર કરવામાં આવેલા હુમલા જેવો જ હતો, જેનાથી તેમની ઘણી સિસ્ટમો અસ્થાયી રૂપથી ઓફલાઇન થઇ ગઇ હતી. ઇરાન તરફથી ગયા રવિવારે ઇરાકમાં અમેરિકાના એન અલ અને અસદ એરબેઝ પર મિસાઇલ હુમલો થયો હતો. જોકે આ હુમલામાં કોઇ પણ અમેરિકાના સૈનિકને નુક્સાન થયુ ન હતું. પરંતુ તેમાં 4 ઇરાકી સૈનિક ઘાયલ થઇ ગયા હતા. હવે આ હુમલાને લઇને અમેરિકાના સૈનિકોનો જવાબ સામે આવ્યો છે. અમેરિકાના સૈનિકોએ કહ્યું હતું કે, આ હુમલાની તીવ્રતાએ તેમને હેરાન કરી દીધા હતા અને અમે સુરક્ષિત બચવા માટે અમે તેના આભારી છીએ. અમેરિકાના સ્ટાફ સારજેટ ટૉમી કાલ્ડવેલે કહ્યું હતું કે, અમને હુમલાના થોડા સમય પહેલા જ ખબર પડી ગઇ હતી કે થોડા સમયમાં અહીં હુમલો થઇ શકે છે. તેથી અમે પહેલાથી જ પોતાના હથિયારો ત્યાંથી હટાવી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp