PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું-યુદ્ધ માટે તૈયાર ઈઝરાયલ, જાણો કોણ છે નિશાના પર

PC: nagalandpost.com

ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ એ કહ્યું કે, ગાઝા થી થઈ રહેલા રોકેટ હુમલાઓને કારણે ક્ષેત્રમાં આતંકવાદીઓ વિરુદ્ધ વધુ એક યુદ્ધ જરૂરી બની ગયું છે. દેશમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી થવાની છે તેના અમુક દિવસ પહેલા જ પ્રધાનમંત્રીએ આ નિવેદન આપ્યું છે.

બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, હુમલાઓ રોકવાની હમાસ શાસકોની અનિચ્છા જોતા ગાઝા પર હુમલો કરવાની યોજનાઓ તૈયાર છે અને હું યોગ્ય સમયે નિર્ણય લઈશ.

ઈઝરાયલની સેનાએ હમાસના હુમલાનો જવાબ આપતા નાના નાના હુમલાઓ કર્યા હતા. જેમાં કોઈ હાનિ પહોંચી નહોતી. ઈઝરાયલ ચૂંટણી પહેલા કોઈ પણ પ્રકારની ટક્કર ટાળી રહ્યું છે. રોકેટ હુમલાઓનો કઠોર જવાબ આપવામાં નિષ્ફળ રહેવા માટે ઈઝરાયલના નેતાની ટીકા થઈ રહી છે.

ઈઝરાયલ 2005માં ગાઝા પટ્ટીથી હટી ગયું હતું. અને તેના 2 વર્ષ પછી હમાસના આતંકવાદીઓએ તે ક્ષેત્ર પર કબ્જો કરી લીધો હતો. અત્યાર સુધીમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે 3 યુદ્ધ થયા છે.

બેન્જામિન નેતન્યાહૂ એ એક ઈન્ટરવ્યૂમાં જણાવેલું કે, હું ત્યાં સુધી યુદ્ધ નથી કરતો જ્યાં સુધી કોઈ મારી પાસે કોઈ વિકલ્પ ન બચ્યો હોય. હું માત્ર પ્રશંસા ખાતર મારા દેશના નાગરિકો અને સૈન્યની જિંદગીને જોખમમાં નથી નાખતો. અમારી પાસે ગાઝામાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટો નિર્ણય લેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહી. અમે એક અલગ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp