ઓસ્ટ્રે.માં સમુદ્ર કિનારે પડેલો આ કાટમાળ શું ચંદ્રયાનનો છે? ISRO ચીફે જણાવ્યુ...

PC: twitter.com/airnewsalerts

ભારતના અંતરીક્ષ કાર્યક્રમના પ્રમુખે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં સમુદ્ર કિનારે મળેલો વિશાળ ગુંબજ જેવો ધાતુને લઈને કોઈ રહસ્ય નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, તે ભારતીય પણ હોય શકે છે અને નહીં પણ. જો કે, એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એસ. સોમનાથે કહ્યું કે, ‘જ્યાં સુધી અમે તેનું પરીક્ષણ ન કરી લઈએ, અમે કઈ રીતે પુષ્ટિ કરી શકીએ કે એ અમારી છે. વિકેન્ડમાં આ ધાતુ પર્થથી 250 કિલોમીટર ઉત્તરમાં ગ્રીન હેડ બીચ પર મળ્યું હતું. ત્યારથી જ તેને લઈને જાત જાતના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે આ હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા ભારતના ચંદ્રયાન અભિયાન સાથે જોડાયેલું પણ હોય શકે છે, પરંતુ આ સંભાવનાને તાત્કાલિક નકારી દેવામાં આવી. આ વસ્તુ લગભગ અઢી મીટર પહોળી છે અને 3 મીટર લાંબી છે. જ્યારે તે સમુદ્ર કિનારે મળી છે. ગ્રીન હેડ બીચના રહેવાસી તેને જોવા માટે ઉત્સાહિત છે. શરૂઆતમાં અનુમાન લગાવવામાં આવ્યા કે, તે ગુમ થયેલા વિમાન MH 370નો કાટમાળ હોય શકે છે. 239 યાત્રીઓને લઈ જાહેલો આ વિમાન વર્ષ 2014માં પશ્ચિમી ઓસ્ટ્રેલિયન તટિય વિસ્તારથી દૂર સમુદ્રમાં કિનારો હતો.

પરંતુ વિશેષજ્ઞોએ તેના પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, આ કોઈ કોમર્શિયલ વિમાનનો હિસ્સો નથી અને સંભવતઃ કોઈ રોકેટનો હિસ્સો હોય શકે છે જે ક્યારેક હિન્દ મહાસાગરમાં પડ્યો હશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની અંતરીક્ષ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે, બની શકે કે તે કોઈ વિદેશી સ્પેસ લોન્ચ વ્હીકલથી પડ્યું હશે. ત્યારબાદ એ અનુમાન લગાવવામાં આવવા લાગ્યા કે PSLVનો ફ્યૂલ ટેન્ક હોય શકે છે. ભારતની અંતરીક્ષ સંસ્થા ISRO નિયમિત રીતે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ્સ (PSLV)નો ઉપયોગ કરે છે.

હાલમાં જ શુક્રવારે જ ચંદ્રયાનના લૉન્ચિંગમાં PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચર્ચા થવા લાગી કે તે ચંદ્રયાનના લોન્ચ રોકેટનો હિસ્સો હોય શકે છે. જો કે, વિશેષજ્ઞોનું માનવું છે કે, આ વસ્તુ ઘણા મહિનાઓ સુધી પાણીની અંદર રહી છે. જે તસવીરો સામે આવી છે તે પણ આ તર્કને સમર્થન કરે છે. તેની સપાટી પર ઘણા શંખ લાગેલા નજરે પડી રહ્યા છે. ISRO પ્રમુખ એસ. સોમનાથે કહ્યું કે, આ રસ્તુને લઈને કોઈ રહસ્ય નથી અને એ સ્પષ્ટ છે કે તે કોઈ રોકેટનો જ હિસ્સો છે.

PSLVનો હિસ્સો હોય શકે છે અથવા તો કોઈ બીજા રોકેટનો. જ્યાં સુધી અમે તેને જોઈશું નહીં અને તેનું પરીક્ષણ નહીં કરીએ, તેની પુષ્ટિ કરી શકાય નહીં. ઓસ્ટ્રેલિયન પ્રશાસને અત્યારે તેની બાબતે વધુ જાણકારીઓ આપી નથી. આપણને ખબર છે કે PSLVના કેટલાક હિસ્સા ઓસ્ટ્રેલિયન એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન બહાર સમુદ્રમાં પડ્યા છે. ISRO પ્રમુખે કહ્યું કે, આ વસ્તુ લાંબા સમયથી સમુદ્રમાં તરી રહી હશે અને અંતતઃ ઓસ્ટ્રેલિયન તટ સુધી પહોંચી ગઈ.

તેમણે આમ પણ કહ્યું કે, આ કાટમાળથી કોઈ જોખમ નથી. જો કે ઓસ્ટ્રેલિયન અધિકારિઓનું કહેવું છે કે તેઓ આ વસ્તુને ખતરનાક માનીને જ ચાલી રહ્યા છે અને પોલીસે લોકોને તેનાથી દૂર રહેવા કહ્યું છે. કેટલાક વિશેષજ્ઞોએ કહ્યું કે, તેમાં ઝેરી પદાર્થ હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp