26th January selfie contest

જેફ બેજોસને અવકાશમાં 10 મિનિટ રહેવાનું આટલા રૂપિયામાં પડ્યું

PC: pagesix.com

એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ અંતરિક્ષામાં પગલાં પડનારા પહેલા સૌથી અમીર વ્યકિત બની ગયા છે. તેમની કંપની BLUE ORIGINના NEW SHEPARD રોકેટે બેજોસને ત્રણ યાત્રીઓ સાથે સ્પેસમાં લોંચ કર્યું. લગભગ 10 મિનિટ ધરતીની બહાર અંતરિક્ષની સીમામાં વિતાવ્યા પછી તેમનું કેપ્સૂલ ધરતી પર પાછું આવી ગયું. આ અનુભવ પોતાની રીતે એક ઐતિહાસિક હતો. એની કિંમતથી ખબર પડે છે કે કેમ દુનિયાના અરબપતિઓ જ આવા પ્રકારના કારનામા કરી શકે છે.

DAILY MAILના એક અહેવાલ મુજબ જેફ બેજોસની આ 10 મિનિટની સફરની કિંમત હતી 5.5 અરબ ડોલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયા. આટલું વાંચીને ચોકકસ તમારા હોંશ ઉડી જશે. માત્ર 10 જ મિનિટમાં 40 હજાર કરોડ રૂપિયા. મતલબ કે બેજોસે દર મિનિટે 4000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. જેફ બેજોસની સાથે તેમનો ભાઇ માર્ક અને ત્રીજા યાત્રી તરીકે એવિએશન એકસ્પર્ટસ વોલી ફંક ગયા હતા. ચોથી સીટ માટે હરાજી કરવામાં આવી હતી.

આ વાતને લઇને બેજોસે ભારે ટીકાનો પણ સામનો કરવો પડયો છે. એવી આલોચના થઇ રહી છે કે આટલી નાનકડી ટ્રીપ માટે  અરબો રૂપિયા ખર્ચ કરવો કેટલો યોગ્ય છે. જો કે બેજોસનું કહેવું છે કે પોતે આગળ જઇને અંતરિક્ષમાં ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માંગે છે જેથી ધરતીનું પર્યાવરણ ખરાબ ન થાય.

જે વ્યકિતએ હરાજીમાં ચોથી સીટ મેળવી હતી, તેણે તો પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ, પણ તે પછી 18 વર્ષના ઓલિવર ડેમને ટિકીટ ખરીદી હતી અને તેની સાથે જ ઓલિવર અંતરિક્ષમાં જનારો સૌથી યુવાન બની ગયો હતો. બેજોસે મંગળવારે કહ્યું હતું કે પોતે આગામી ફલાઇટસ માટે પણ પહેલાથી 10 કરોડ ડોલરમાં ટિકીટ વેચી ચૂક્યા છે. આ વર્ષમાં BLUE ORIGINની વધુ બે કર્મશિયલ ફલાઇટ અંતરિક્ષમાં જશે.

જેફ બેજોસે પોતાની કંપની BLUE ORIGIN  દ્રારા બનાવાવમાં આવેલા રોકેટ અને સ્પેસ ક્રાફટ NEW SHEPARDમાં ઇતિહાસ રચી દીધો છે. આ કંપનીની પહેલી ફલાઇટ હતી જેમાં માણસોને લઇ જવામાં આવ્યા હતા. 20 જુલાઇએ આ ચારેય અવકાશયાત્રી. સ્પેસ ક્રાફટમાં જેફ  બેજોસ, તેના ભાઇ માર્ક, વોલી ફંક અને ઓલિવર ડેમન સવાર થયા હતા અને આ ફલાઇટ ભારતીય સમય મુજબ સવારે 6-42 કલાકે ટેકસાસથી લોંચ થઇ હતી.

 ન્યૂ શેફર્ડ રોકેટ સબઓર્બિટલ ફલાઇટ છે અને તેણે અવાજથી ત્રણ ગણી ઝડપથી અંતરિક્ષ તરફ પ્રયાણ કર્યું. જયાં સુધી તેનું ઇંધણ ખતમ ન થયું ત્યાં સુધી ફલાઇટ અંતરિક્ષ તરફ જતું રહેતું હતુ.. આ લોંચ ચંદ્ર પર માનવના પહેલાં પગલાની 52મી વર્ષગાંઠ પર કરવામાં આવ્યું હતું. આ જ દિવસે 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગલાં પાડનાર પહેલાં વ્યકિત બન્યા હતા.

ચારેય અવકાશયાત્રીનો લઇ જનાર કેપ્સૂલ રોકેટથી અલગ થઇ ગયું હતું. બૂસ્ટર ધરતી પર પાછું આવી ગયું હતું અને ફરી ઉડાન ભરવા માટે સહીસલામત લેંડ થઇ ગયું હતું. તો, બીજી તરફ છુટા પડેલા કેપ્સૂલે થોડો સમય ગ્રેવિટી વગર પસાર કર્યો. બેજોસ અને તેમના સાથીઓની સ્પેસ સ્પર્શની જાહેરાત ત્યારે કરવામાં આવી જયારે તેમણે કરમન લાઇન પાર કરી દીધી હતી. આ એ સીમા છે જેને ધરતીના વાતાવરણ અને બાહ્ય અવકાશની મર્યાદા માનવામાં આવે છે.

થોડો સમય સુધી ઝીરો ગ્રેવિટીમાં રહ્યા પછી કેપ્સૂલ ધરતી પર પરત ફર્યું હતું. તેમાં લગાવવામાં આવેલા પેરાશૂટ્સ ખુલી ગયા હતા જેણે કેપ્સૂલની ગતિને કંટ્રોલ કરવાનું કામ કર્યું હતું. એ પછી કેપ્સૂલ સફળતાપૂર્વક લેંડ થઇ ગયું હતું. પૂરી ઉડાન 10 મિનિટ અને 18 સેકન્ડની રહી. કેપ્સૂલ લેન્ડીંગ થયું ત્યારે અંદરથીજ જેફ બેજોસ ચિલ્લાઇ પડયા હતા કે આ એક અવિશ્વસનીય અનુભવ હતો. તેમણે કહ્યું કે હું પરેશાન હતો કે ઝીરો ગ્રેવિટી કેટલી આસાન હતી, એકદમ નેચરલ.

લેંડિંગ પછી જયારે તેમણે સ્ટેટસ ચેક કરવાનું હતું ત્યારે બેજોસે કહ્યુ કે પોતાની જિંદગીનો આ સર્વશ્રેષ્ઠ દિવસ હતો. કેપ્સૂલમાંથી બહાર નિકળતાની સાથે જ બેજોસે પોતાની ગર્લ ફ્રેન્ડ લોરેનને ગળે વળગાડીને ચૂંબન કરી લીધું હતું. બેજોસ અંતરિક્ષ યાત્રા માટે એકદમ સ્ટાઇલથી નિકળ્યા હતા અને પરત ફરતી વખતે પણ કાઉબોય હેટમાં જ આવ્યા.

 

જેફ બેજોસ ભલે અવકાશમાંથી પાછા ફરનારા પહેલા અબજોપતિ નથી, પણ તેમણે ન માત્ર  નિષ્ણાત પાયલોટ વોલી ફંકનું સપનું પુરુ કર્યુ, પણ સાથે સૌથી મોટી ઉંમરના અવકાશયાત્રી પણ દુનિયાને આપ્યા. વોલી ફંકે એ વાત પણ સાબિત કરી કે  એજ ઇઝ જસ્ટએ નંબર. વોલી ફેંક 82 વર્ષના છે અને  અવકાશમાં પહોંચનારા સૌથી  મોટી ઉંમરના મહિલા છે. લગભગ 60 વર્ષ પહેલાં નાસાના મરકયૂરી કાર્યક્રમમાં વોલી ફેંક ભાગ લેવાના હતા, પરંતુ તે કાર્યક્રમ રદ થયો હતો ત્યારે વોલીનું અવકાશમાં જવાનું સપનું અધુરુ રહ્યું હતું, જે જેફ બેજોસે પુરુ કરાવ્યું. અવકાશયાત્રાની સફળતા પછી વોલીના  ચહેરા પરની ખુશી આખી દુનિયાએ જોઇ.

 બીજું કે આ ફલાઇટે દુનિયાને સૌથી યુવાન અવકાશીયાત્રી પણ આપ્યો. 18 વર્ષનો એક વિદ્યાર્થી ઓલિવર પણ ગયો હતો.ઓલીવિરને દુનિયાના સૌથી અમીર  વ્યકિત અને સૌથી વૃધ્ધ વ્યકિત સાથે સફર કરવાની તક મળી.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp