PM મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના વિશેષ રાજદૂત જોહન કેરીને મળ્યા

PC: PIB

આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના આબોહવા પરના વિશેષ રાજદૂત જોહન કેરી PM નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. જોહન કેરીએ PMને રાષ્ટ્રપ્રમુખની શુભેચ્છા પાઠવી હતી. PMએ ક્વેડ લીડર્સના શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપ્રમુખ બાઇડેન સાથે તાજેતરમાં થયેલા તેમના સંવાદને યાદ કર્યો હતો અને તેમની શુભેચ્છા કેરીને રાષ્ટ્રપ્રમુખ બાઇડેન અને ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસને પાઠવવા વિનંતી કરી હતી.

જોહન કેરીએ ભારતમાં છેલ્લાં બે દિવસમાં તેમની અર્થસભર અને ફળદાયક ચર્ચાઓ વિશે PMને ટૂંકમાં જાણકારી આપી હતી. તેમણે ભારતની આબોહવા સંબંધિત કામગીરી પર સકારાત્મક અભિપ્રાય રજૂ કર્યો હતો, જેમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની મહત્વાકાંક્ષી યોજના સામેલ છે. તેમણે PMને 22-23 એપ્રિલ, 2021 માટે આબોહવા પર આગામી લીડર્સ શિખર સંમેલન વિશે ટૂંકમાં જાણકારી આપી હતી.

PMએ નોંધ્યું હતું કે, ભારત પેરિસ સમજૂતી અંતર્ગત પોતાના રાષ્ટ્રીય નિર્ધારિત પ્રદાનને પૂર્ણ કરવા કટિબદ્ધ છે અને આ કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા અગ્રેસર થોડા દેશોમાં સામેલ છે. જોહન કેરીએ કહ્યું હતું કે, ગ્રીન ટેક્નોલોજીઓ અને જરૂરી નાણાકીય ભંડોળને વાજબી રીતે સુલભ બનાવવાની સુવિધા આપીને અમેરિકા ભારતની આબોહવાલક્ષી યોજનાઓમાં સાથસહકાર આપશે. PMએ સંમતિ વ્યક્ત કરી હતી કે, ભારત અને અમેરિકા વચ્ચે સાથસહકાર જળવાઈ રહેશે, ખાસ કરીને ગ્રીન ટેક્નોલોજીને નવીનતા સાથે ધિરાણ કરવા અને ઝડપી સ્થાપના માટે, જેનાથી અન્ય દેશો પર સકારાત્મક અસર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp