2000 વર્ષ જૂનું હરક્યૂલિસનું માથુ મળ્યું,122 વર્ષ પહેલા મળ્યું હતું મૂર્તિનું ધડ

PC: twitter.com

ગ્રીસના પથ્થરોવાળા કિનારાથી દૂર, સમુદ્રમાં ડૂબેલા એક જાણીતા પ્રાચીન જહાજમાંથી એક માથું મળ્યું છે, જેને હરક્યૂલિસ કહેવામાં આવી રહ્યું છે. હરક્યૂલિસ પ્રાચીન ગ્રીક અને રોમન પૌરાણિક કથાઓના નાયક છે. તેની સાથે જ જહાજમાંથી કેટલાક માનવ અવશેષ પણ મળ્યા છે. એન્ટિકીથેરા કાટમાળ, એક રોમન યુગનું જહાજ છે, જે લગભગ ઇ.સ. 60 પૂર્વેનું છે. તે ક્રેટેના ઉત્તર-પશ્ચિમમાં સમુદ્રના કિનારા પર છે. આ જહાજ એટલે પ્રસિદ્ધ છે કેમ કે, તેમાંથી જ દુનિયાના સૌથી જૂના એનાલોગ કમ્પ્યુટર, એન્ટિકીથેરા મેકેનિઝ્મના અવશેષ મળી આવ્યા હતા.

મરજીવાઓએ આ કાટમાળને પહેલી વખત ઇ.સ. 1900માં શોધ્યો હતો. સમુદ્રી પુરાતત્ત્વવિદોએ હાલમાં જ પોતાની ખૂબ જ સફળ શોધ અભિયાનના પરિણામો બાબતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેની શરૂઆત એક મોટા પથ્થરને હટાવવા સાથે થઈ, જેથી જહાજના કાટમાળના એવા હિસ્સા સુધી પહોંચી શકાયું, જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચ્યું નહોતું. આ શોધમાં તેમને એક મૂર્તિનો આધાર મળ્યો જેમાં પગના હિસ્સા નજરે પડી રહ્યા હતા કેમ કે, તેના પર સમુદ્રી વસ્તુઓની એક મોટી પરત ચડેલી હતી.

તેમને દાઢીવાળા એક વ્યક્તિની સંગેમરમરની એક મૂર્તિનું માથું પણ મળ્યું. તેમનું માનવું છે કે, તે હરક્યૂલિસ ઓફ એન્ટિકીથેરા નામની માથા વિનાની મૂર્તિનું માથું છે, જેને પહેલી વખત ઇ. સ. 1900માં પાણીમાંથી કાઢવામાં આવી હતી. તેમને 2 માનવ દાંત પણ મળ્યા છે. પુરાતત્ત્વવિદ એ વાતથી ઉત્સાહિત છે કે, આ દાંતોના જીનેટિક અને આઇસોટૉપિક વિશ્લેષણથી એ લોકો બાબતે વધુ જાણકારી મળશે જે લગભગ 2000 વર્ષ અગાઉ આ જહાજ પર સવાર હતા.

વર્ષ 2016માં 2000 વર્ષ જૂનું માનવ હાડપિંજર, જેનું નામ પેમ્ફિલોસ હતું, જહાજના કાટમાળમાં જોવા મળ્યું હતું. સંશોધનકર્તાઓને આ કાટમાળમાંથી મૂર્તિઓ, ઘરેણાંથી લઈને એન્ટિકીથેરા મેકેનિઝ્મ સુધી બધા પ્રકારની વસ્તુ મળી. તેને જોઈને લાગે છે કે, આ એક ટ્રેડ શીપ હતું. પુરાતત્ત્વવિદોનું કહેવું માનીએ તો, આ જહાજ 40 મીટર સુધી લાંબુ હતું, જે કદાચ પૂર્વી ભૂમધ્યસાગરથી રોમનો પ્રવાસ કરી રહ્યું હતું. તોફાનના કારણે તે પથ્થરો સાથે ટકરાઇ ગયું અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી ના શક્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp