ગુરુદ્વારાની જમીન પર પાકિસ્તાનનો કબજો, ભારતે કરી આ માગ

PC: india.com

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત કરતારપુર સાહિબ ગુરૂદ્વારા અને તેની આસપાસની જમીન પર પાકિસ્તાન સરકારે દબાણ કર્યું છે. ન્યુઝ એજન્સી પ્રમાણે, ભારત સરકારે પાકિસ્તાન સરકારને કહ્યું છે કે કબજામાં લીધેલી જમાનને તાત્કાલિક ગુરુદ્વારા સંચાલન સમિતિને સોંપી દેવામાં આવે. ગુરૂદ્વારા માટે નલોવાલમાં આ જમીન રણજીત સિંહ અને કેટલાક શિખ સેવકોએ દાન કરી હતી. પાકિસ્તાન સરકારે અલગ-અલગ સમય પર તેના કેટલાક ભાગ પર કબજો મેળવી લીધો છે. ભારતીય અધિકારીઓએ ગુરૂદ્વારાને તેની જમીન કાયદાકીય રીતે લઇ લેવા બાબતે વિરોધ દર્શાવ્યો છે અને ગુરૂ નાનક દેવજીના ભક્તોની ભાવના સાથે રમતા હોવાની વાત કહી હતી.

કરતારપુર મામલે ભારત અને પાકિસ્તાન સાથે અમૃતસરમાં બેઠકના બીજા જ દિવસે ભારતે આપેલા નિર્દેશોને માનવાનો ઇનકાર કરી દીધો હતો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પાકિસ્તાનના આ બેવડા વલણની ટીકા કરતા કહ્યું છે કે શ્રધ્ધાળુઓની સંખ્યાને સિમીત રાખીને કોરિડોરનો લક્ષ્ય હાંસલ ન કરી શકાય. કરતાપુર કોરિડોર વડે ગુરૂદ્વારામાં રોજ દર્શન કરવાની પરવાનગી મળવી જોઇએ.

ભારતમાં કરતારપુર પર થયેલી પહેલી બેઠકમાં ભારતે રોજ 5000 શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવાની મંજૂરી માગી હતી, સાથે જ ગુરૂપર્વ અને વૈશાખીના ખાસ મોકાઓ પર 15000 લોકોને વિઝા વિના દર્શન કરવા માટે માગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભારતે માગ કરી હતી કે, દેશ અને વિદેશથી આવતા ભારતીયો અને મૂળ નિવાસી ભારતીયોને પાકિસ્તાનમાં જવાની પરવાનગી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp