26th January selfie contest
BazarBit

સેક્સ વર્કરની મજબૂરી, કહ્યું- ક્લાઈન્ટ ના મળ્યા તો ભૂખથી મરી જઈશ

PC: i-scmp.com

કોરોના વાયરસના કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે ઘણા લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જ વધુ એક કિસ્સો બ્રાઝિલના રિયો ડી જનેરો શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પણ લોકડાઉનના કારણે શહેરની ગલીઓ ખાલી છે અને રસ્તાઓ સૂનસાન છે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે લોકો એકબીજાથી દૂર રહી રહ્યા છે. તેની સૌથી વધુ અસર સેક્સ વર્કરો પર પડી રહી છે, ખાસ કરીને ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કર પર. ટ્રાન્સજેન્ડરના મામલામાં બ્રાઝિલને પહેલાથી જ સૌથી ખતરનાક દેશ માનવામાં આવે છે. અહીં ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કરો પર કોરોના વાયરસનો ડબલ માર પડ્યો છે.

ગ્રાહક અને આવક ન મળવાને કારણે અહીં ટ્રાન્સ સેક્સ વર્કર્સે ઘણા ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર-પૂર્વી બ્રાઝિલની 44 વર્ષીય એલ્બા તવરેજનું કહેવું છે કે, તમે ખાલી રસ્તા, બંધ દુકાનો અને નીચે આવતી અર્થવ્યવસ્થા જોઈ શકો છો. હું હવે વેશ્યાવૃત્તિની એક દોડમાં નથી પરંતુ હાં, હું હજુ પણ એ કામ કરું છું. અહીં હવે ખૂબ જ ઓછાં ગ્રાહકો છે.

બ્રાઝિલમાં ડર અને પક્ષપાતના કારણે ઘણા ટ્રાન્સજેન્ડર દેહ વ્યાપાર કરવા પર મજબૂર છે, પરંતુ તેમના માટે તે રસ્તો સરળ નથી. એલ્બા તવરેજનું કહેવું છે કે, અહીં માત્ર એ જ જીવિત રહી શકે છે, જે મજબૂત હોય અને હું ખૂબ જ કમજોર છું. ગરીબ અને ટ્રાન્સજેન્ડ હોવું મને કમજોર બનાવી દે છે. જોકે, હું ગરીબ ના પણ હોત અને માત્ર ટ્રાન્સજેન્ડર જ હોત તો પણ આ ભેદભાવ ચાલુ રહેતે.

ટ્રાન્સજેન્ડર માટે કામ કરતા એક સંગઠન Transgender Europeના જણાવ્યા અનુસાર, બ્રાઝિલમાં આ લોકો માટે ઘણા આંદોલન ચલાવવામાં આવે છે, તેમ છતા આ ટ્રાન્સજેન્ડર લોકો માટે દુનિયાના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે. આખી દુનિયામાં ટ્રાન્સજેન્ડરોની હત્યાનો સૌથી વધુ દર અહીં છે.

કોવિડ-19 પડકારનો સામનો કરી રહેલી એલ્બા કહે છે, અમને સરકાર તરફથી થોડી ઘણી મદદ મળી રહી છે, પરંતુ તે પૂરતી નથી. અહીં અપરાધ અને ભ્રષ્ટાચાર ખૂબ જ વધુ છે અને તેને રોકવા માટે સરકારના પ્રયાસો ખૂબ જ ઓછાં છે. એલ્બાને રિયો ડી જનેરોમાં રહેતા 20 વર્ષ થઈ ગયા છે. એલ્બા કહે છે કે, તેના મોટાભાગના ક્લાઈન્ટ પુરુષ છે. તે કહે છે કે, આ વાસ્તવમાં ખૂબ જ મુશ્કેલ છે કારણ કે રસ્તા પર લગભગ કોઈ નથી. હું સેક્સ વર્કર છું અને તે મારા માટે ખૂબ જ ભયાનક છે. ગ્રાહકની શોધમાં હું હજુ પણ બહાર જાઉં છું, કારણ કે જો હું પોતાના કામ પર ના ગઈ તો હું ભૂખથી મરી જઈશ.

26 વર્ષીય સ્ટેફની ગોનક્લેવ દક્ષિણપૂર્વી બ્રાઝિલમાં એક ટ્રાન્સ વર્કર છે. સ્ટેફનીનું કહેવું છે કે, રિયોમાં કોરોના વાયરસ ફેલાયા બાદ જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સ્ટેફનીએ કહ્યું, ટ્રાન્સજેન્ડર હોવાને કારણે મારા માટે પહેલા પણ ઓછી મુશ્કેલીઓ નહોતી અને હવે તે ઘણી વધી ગઈ છે. કોરોનાનું જોખમ અમને લોકોને વધુ છે, આથી હવે હું ઘરે જ રહું છું.

સ્ટેફનીનું કહેવું છે કે, સેક્સ વર્ક ઉપરાંત મેં ક્યારેય કોઈ અન્ય કામ નથી કર્યું. એ તો સારું છે કે, કેટલાક લોકો એવા છે, જે અમારી મજબૂરી સમજે છે અને મને ખાવાનું આપીને જાય છે. જોકે, આવા લોકો ખૂબ જ ઓછાં છે. LGBT સમુદાય માટે કામ કરનારા ઘણા સંગઠન આ લોકોના ખાવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ સંગઠન ઘરમાં રહેતા સેક્સ વર્કર ટ્રાન્સજેન્ડરને અન્ય કામનો પણ વિકલ્પ આપી રહ્યા છે. તેમાંથી કેટલાક ટ્રાન્સજેન્ડર હવે ઘરે બેસીને ફેસ માસ્ક બનાવવાનું કામ કરી રહ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp