26th January selfie contest

બ્રિટનના સુપરસ્ટોર્સમાં બે ટામેટાં અને બે કાકડીથી વધુ ખરીદવા પર પ્રતિબંધ

PC: birminghammail.co.uk

UKની અર્થવ્યવસ્થા આ દિવસોમાં મંદીમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન બ્રિટનમાં પણ ખાદ્ય કટોકટી સર્જાઈ છે. જેના કારણે ફળો અને શાકભાજીનું રેશનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ રેશનિંગ UKની બે સૌથી મોટી સુપરમાર્કેટ- મોરિસન્સ અને એસડા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ટામેટા, બટેટા, કાકડી, મરચું અને બ્રોકોલી જેવી જલ્દી ખરાબ થઇ જવાવાળી વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર બે કે ત્રણ જ વસ્તુઓ ખરીદી શકે છે, એનાથી વધુ નહીં.

દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં સુપરમાર્કેટ દ્વારા પુરવઠો ખોરવાયા બાદ બ્રિટન શાકભાજી, ખાસ કરીને ટામેટાંની અછતનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બે મોટી કરિયાણાની દુકાનવાળાઓ ગ્રાહકોની ખરીદી પર મર્યાદા મૂકી દીધી છે. બ્રિટનની ત્રીજી સૌથી મોટી કરિયાણાની કંપની એસ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે, તેણે ટામેટાં, મરચા, કાકડી, લેટસ, બ્રોકોલી, કોબીજ અને રાસબેરીની ખરીદી પર કામચલાઉ મર્યાદા લાદી છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર ત્રણ વસ્તુઓ જ ખરીદી શકે છે, એનાથી વધુ નહીં.

એસડાના પ્રવક્તાએ કહ્યું, 'અન્ય સુપરમાર્કેટ્સની જેમ અમે દક્ષિણ સ્પેન અને ઉત્તર આફ્રિકામાં ઉગાડવામાં આવતા કેટલાક ઉત્પાદનો પર સોર્સિંગ પડકારોનો સામનો કરી રહ્યા છીએ.' દરમિયાન, હરીફ મોરિસન્સે જણાવ્યું હતું કે, તે બુધવારથી ટામેટાં, કાકડી, લેટીસ અને મરચા પર ગ્રાહક દીઠ બે-વસ્તુની મર્યાદા લાદશે. કંપનીએ કહ્યું કે, ખરાબ હવામાનને કારણે દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ઘણા પાકો પર અને તેની લણણી પર અસર પડી છે. UK સુપરમાર્કેટમાં શાકભાજીના ખાલી રેકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

BRC ફૂડ એન્ડ સસ્ટેનેબિલિટી ડિરેક્ટર એન્ડ્રુ ઓપીએ કહ્યું, 'સમસ્યા થોડા અઠવાડિયા સુધી ચાલવાની અપેક્ષા છે. સુપરમાર્કેટ પુરવઠા શૃંખલાના મુદ્દાઓનું સંચાલન કરવામાં અને ગ્રાહકો સુધી તાજા ઉત્પાદનોની વિશાળ શ્રેણી લાવવા માટે ખેડૂતો સાથે કામ કરવામાં માહિર છે.' દરમિયાન, કરિયાણાના વેપારીઓનું કહેવું છે કે, બ્રિટન અને નેધરલેન્ડ્સમાં ઉંચા ઉર્જા ખર્ચને કારણે શિયાળાના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. BRCના આંકડાઓ અનુસાર, UK સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન તેના 95% ટામેટાં અને 90% લેટીસની આયાત કરે છે.

બ્રિટન ખાસ કરીને સ્પેન પર નિર્ભર છે. મોરોક્કોએ આ મહિનાની શરૂઆતમાં સ્થાનિક ભાવ ઘટાડવા અને યુરોપમાં નિકાસ કરવા માટે પશ્ચિમ આફ્રિકન દેશોમાં ટામેટાં, ડુંગળી અને બટાકાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp