Video: સિંહોએ રસ્તા પર કરી 'પરેડ' તો લોકોએ કર્યું કંઇક આવું

PC: jansatta.com

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સિંહોનું એક ઝુંડ રસ્તા પર ચાલતા જોવા મળે છે. જંગલના રાજા જ્યારે રસ્તા પર આવે તો રસ્તા પરથી પસાર થતી ગાડીઓ સાવધાન થઇ ગઈ. આ વીડિયોને સૌથી પહેલા ફેસબુક પેજ 'Lions Of Kruger Park And Sabi Sand'એ શેર કર્યો છે. અત્યાર સુધી બે લાખથી વધારે લોકોએ આ વીડિયો જોયો છે. હકીકતમાં, આ વીડિયો સાઉથ આફ્રિકાના કૃગર નેશનલ પાર્કનો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ચાર સિંહ અચાનક રસ્તા પર આવીને ફરે છે. રસ્તા પર બંને તરફથી ગાડીઓની અવર જવર જોવા મળે છે. 4 સિંહોને જોઇને બધી ગાડીઓમાં બ્રેક લાગી જાય છે. અમુક ગાડીઓ ધીરે-ધીરે સિંહોના પાછળ ચાલી રહી છે. Kruger Park ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ નજરો ખૂબ રસપ્રદ હતો. અને અમુક લોકો ગાડીઓના અંદર બેસીને સિંહોનો વીડિયો પણ બનાવી રહ્યા છે.

જાણકારી અનુસાર આ વીડિયોને લગભગ બે અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા પછી લોકો આશ્ચર્ય થઇ જાય છે. આ વીડિયોને 34,000થી વધારે શેર કરવામાં આવ્યો છે અને ઘણા લોકોએ આના પર કોમેન્ટ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp