સ્ટીવ જોબ્સે દીકરીને કહ્યું હતું, 'હું કોલેજ નથી ગયો અને કદાચ તું પણ નહીં જાય'

PC: theguardian.com

Apple કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સની દીકરીએ પોતાના પિતાને યાદ કરતા એક ખૂબ સહજ સંસ્મરણ લખ્યું છે. સ્ટીવ જોબની દીકરી લીઝા બ્રેનન જોબ્સે પોતાની પુસ્તક સ્મોલ ફ્રાઈમાં પોતાના બાળપણના દિવસોને યાદ કર્યા છે અને એક વ્યક્તિ તરીકે Apple કંપનીના સંસ્થાપકના વ્યક્તિત્વના અલગ અલગ પાસાઓની ચર્ચા કરી છે. લીઝાને Appleના સંસ્થાપકે મેડિકલ ટેસ્ટમાં બાયોલોજીકલ ફાધર હોવાની પુષ્ટિ પછી અપનાવી હતી, તે તેમની સૌથી મોટી સંતાન છે.
લીઝાએ પોતાના લેખમાં જણાવ્યું છે કે તેના પિતા તેને પ્રેમથી 'સ્મોલ ફ્રાય' કહીને બોલવતા હતા. લીઝા કહે છે કે, 'જ્યારે હું 9 વર્ષની હતી ત્યાર સુધીમાં તેઓને પોતાની જ કંપની Appleમાંથી નીકળવામાં આવ્યા હતા. જોકે તેઓ કમ્પ્યૂટર હાર્ડવેર અને સોફ્ટવેર બનાવવાની એક બીજી કંપનીની યોજના પર કામ કરી રહ્યા હતા. મારા પિતા એ દિવસોમાં મને સ્મોલ ફ્રાય કહેતા હતા અને હું એમ સમજતી હતી કે તે ફ્રેન્ચ ફ્રાઈસ જેવી કોઈ વસ્તુ હશે.'
લીઝાએ પોતાના પિતાના ઘણા બધા પાસાઓની આ લેખમાં ચર્ચા કરી છે. લીઝા એ જણાવ્યું કે, 'મને ખૂબ મોડેથી જાણકારી મળી કે વાસ્તવમાં મારા પિતા મને સ્મોલ ફ્રાય ખાસ કારણસર કહેતા હતા. ફ્રાય એક ખાસ પ્રકારની નાની માછલી હોય છે જેને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે જેનાથી તે પૂર્ણ રીતે વિકાસ કરી શકે. કદાચ મારા પિતા પોતાની દીકરીનો ઉછેર પણ ખુલ્લા અને આઝાદ વિચારોની જેમ કરવા માગતા હતા.'

દુનિયા જાણે છે કે સ્ટીવ જોબ્સ એ સફળ લોકોમાંથી છે જેમણે કોલેજનું ભણતર પૂર્ણ નથી કર્યું. સ્ટીવ જોબ્સ પોતાની દીકરીને પણ શૈક્ષણિક અને એકેડમિક પ્રવૃત્તિઓ કરતા વધારે જીવનમાંથી શીખ લેવાની પ્રેરણા આપતા હતા. લીઝાએ પિતા સાથે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ફરવા જવાના કિસ્સાને લઈને લેખમાં શેર કર્યો છે. યુનિવર્સિટીની ભવ્યતામાં ખોવાઈ ગયેલી લીઝાને તેના પિતાએ કહ્યું હતું કે, 'તને ખબર છેકે હું ક્યારેય કોલેજ નથી અગયો અને કદાચ તું પણ ક્યારેય કોલેજ નહીં જાય. દુનિયા ફર અને ત્યાં થી પોતાનું સાચું શિક્ષણ લેવાનું શરૂ કર.'

લીઝાએ લખ્યું છે કે મારા પિતાએ મને કહ્યું હતું કે, 'યુનિવર્સિટી કેમ્પસમાં મોટાભાગે એ બતાવવામાં આવે છે કે દુનિયા તમારા વિશે શું વિચારશે. કોલેજ આપના જીવનના સૌથી રચનાત્મક વર્ષોને એક રેસમાં બદલી નાંખે છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp