લોકડાઉનમાં વધ્યો હતો રોમાન્સ, અનાજ-શાકભાજી જ નહીં કોન્ડોમની પણ વધી હતી માંગ

PC: etimg.com

કોરોના વાયરસના કારણે માત્ર લોકોમાં ડર જ નથી વધ્યો. લોકડાઉન થયા બાદ એક વસ્તુનું વેચાણ સૌથી વધુ વધ્યું છે. તે જરૂરી વસ્તુ એવી છે, જેનાથી આબાદી વધતા રોકી શકાય છે. એટલે કે કોન્ડોમ. દેશમાં લોકડાઉન દરમિયાન કોન્ડોમનું વેચાણ ખૂબ જ વધી ગયું છે.

ઘણા મેરિડ કપલ્સ અને પ્રેમી-પ્રેમિકાઓ જે સાથે છે. લોકડાઉન થઈ ગયા છે. તેઓ મેડિકલ સ્ટોરમાંથી કોન્ડોમ ખરીદી રહ્યા છે. અથવા તો પછી ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પરથી મંગાવી રહ્યા છે. કરે પણ શું? સિનેમા હોલ બંધ, બજાર બંધ, મોલ બંધ ક્યાંય જઈ નથી શકતા.

મુશ્કેલી એ છે કે, હવે મેડિકલ સ્ટોર્સ પર કોન્ડોમની અછત વર્તાઈ રહી છે. છેલ્લાં કેટલાક દિવસોમાં કોન્ડોમના વેચાણમાં 25થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમાં કોન્ડોમના મોટા પેકેટ વધુ ખરીદવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, પહેલા નાના પેકેટ વેચાતા હતા. પણ હવે લોકડાઉનના કારણે મોટા પેકેટના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. મોટાભાગે નવા વર્ષ પર તેનું વેચાણ સૌથી વધુ થતું હતું, પરંતુ આ વખતે લોકડાઉને કારણે હાલ તેની માગ વધી ગઈ છે. કેટલાક મેડિકલ સ્ટોર્સે કોન્ડમના સ્ટોકને 30 ટકા સુધી વધારી દીધો છે. દેશમાં લોકડાઉન છે. જેને કારણે લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. માત્ર જરૂરિયાતનો સામાન લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. જેમાં અનાજ-કરિયાણું, શાકભાજી, દવાઓ સહિતની જરૂરી વસ્તુઓ સામેલ છે.

લોકડાઉનમાં લોકોની પાસે ઘણો સમય છે. નવા પરીણિત યુગલો માટે લોકડાઉન એક સારો સમય છે. અથવા તો એવા લોકો કે જેઓ કામના કારણે એકબીજાને વધુ સમય નથી આપી શકતા તેમના માટે પણ આ લોકડાઉન ફાયદાકારક છે.

ઘણા અભ્યાસોમાં પણ એ વાત સામે આવી છે કે, યુદ્ધ અને મહામારીના સમયમાં લોકોની વચ્ચે અંતરંગતા વધી જાય છે. આવા સમયમાં લોકોને કંઈક અઘટિત થવાનો ખૂબ જ ડર રહેતો હોય છે. આથી તેઓ એ પળોને સંપૂર્ણરીતે જીવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp