લોકડાઉન ભંગ કરતા પોલીસે 300 વખત યુવક પાસે કરાવડાવી ઉઠક-બેઠક અને પછી મોત

PC: aninews.in

ફિલીપાઈન્સમાં એક વ્યક્તિએ લોકડાઉવ કર્ફ્યું તોડ્યો તો પોલીસે તેને પકડી લીધો. જેની પાસે ઉઠક બેઠક કરાવડાવી જેના લીધે એ વ્યક્તિની હાલત એટલી ખરાબ થઈ ગઈ તે તેનું મોત થઈ ગયું. હવે આ મામલે પોલીસ પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે. મનીલાના એક પ્રાંતમાં 28 વર્ષના ડેરેન પાણી લેવા માટે નીકળ્યો હતો. જોકે લોકડાઉન હોવાને કારણે તેને એક લોકલ ગ્રુપે તેને પકડી લીધો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં તેની પાસે ઉઠક-બેઠક કરાવડાવી  હતી.

ડેરેન જ્યારે ઘરે પહોંચ્યો તો તેણે પોતાના પાર્ટનરને કહ્યું કે તેને ઘણું દર્દ થઈ રહ્યું છે. જીએમએ ન્યૂઝ સાથેની વાતચીતમાં આ મહિલાએ કહ્યું કે મારા પાર્ટનરને દિલની સમસ્યા છે અને તે ઘણા તકલીફમાં હતા. મેં તેમને પૂછ્યું કે શા માટે તેઓ ચાલી શકી નથી રહ્યા. તે વખતે ડેરેને મને કહ્યું કે પોલીસે તેની પાસે 100 ઉઠક બેઠક કરાવડાવી હતી. પરંતુ તેમ છત્તાં તેની પાસેથી પોલીસે 300 ઉઠક બેઠક કરાવડાવી હતી. જેનાથી તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેને પૂછ્યું કે આખરે શા માટે ડેરેનને 100ને બદલે 300 ઉઠક બેઠક કરાવડાવી હતી.

આ અંગે મહિલાએ કહ્યું અસલ જ્યાં સજા મેળવતા લોકો જો ઉઠક બેઠક દરમિયાન લયમાં ન હોય તો તેમની સજા પોલીસ વધારી રહ્યા હતા. આ મહિલાએ લોકલ મીડિયાને એક વીડિયો પણ બતાડ્યો જેમાં ડેરેન લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો. આ સિવાય ડેરેનને પોતાના બાથરૂમ સુધી જવા માટે પણ લંગડાતા જવું પડ્યું હતું. ડેરેનના કઝીન એડ્રિયાને આ અંગેની તપાસની માંગણી કરી છે અને એડ્રિયાનાએ ડેરેક સાથે જોડાયેલો એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે ફિલીપાઈન્સ કોરોના વાયરસ મહામારીને લઈને ઘણું ઝઝૂમી રહ્યું છે. 6 એપ્રિલ સુધી દેશમાં 8 લાખથી વધારે કેસ આવી ગયા હતા અને અહીં મહામારીને કારણે 13 હજારથી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. મતલબ છે કે ગયા વર્ષે ક્વોરન્ટાઈન નિયમ અને કોરોના ગાઈડલાઈન્સને તોડવાને લીધે ઘણા લોકોને સખત સજા કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોને રુતરાના પિંજરામાં અને કેટલાંક લોકોને ભીષણ ગરમીમાં બહાર તડકાંમાં બેસાડવામાં આવ્યા હતા.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp