પતિએ 'વાઈફ ફોર સેલ'ની આપી જાહેરાત, પત્નીનું આવ્યું આ રિએક્શન

PC: facebook.com

એક વ્યક્તિએ મજાકના અંદાજમાં પત્નીને વેચવાની જાહેરાત ઓનલાઈન આપી છે. જેને જોઈને અને સાંભળીને સૌ કોઈ હેરાન રહી ગયા હતા. વ્યક્તિએ આવું તે સમયે કર્યું હતું જ્યારે તેની પત્ની તેના મિત્રો સાથે રજા ગાળવા માટે ગઈ હતી. આ વ્યક્તિનું નામ રોબિ મેકમિલન છે. તે એક ડીજે છે. સાથે જ એક બારનો માલિક પણ છે. તેણે ફેસબુક પર પત્ની સારાનો ફોટો શેર કરતા એક પોસ્ટ લખી હતી. તેમાં તેણે સારાને ખરીદવાના ફાયદા અને નુકસાન અંગે વાત કરી હતી.

રોબીએ પોસ્ટમાં લખ્યું છે કે- વેચાણ માટે છે પત્ની. વર્ષ દરમિયાન એવરેજથી ઉપરની કન્ડીશન. અદ્દભુત હેડલાઈટ્સ. ફ્લિપ પેન્ટવર્ક, જે અઠવાડિયા સુધી વ્હાઈટ રહે છે. પરંતુ વીકએન્ડમાં ઓરન્જ કલરનું થઈ જાય છે. ટાયર્સ સારા છે. તેના 100 શૂઝ સાથે મળશે. રોબીએ આગળ લખ્યું છે કે-દરરોજ સવારે અક્ઝોસ્ટમાંથી ખરાબ સ્મેલ આવે છે. પરંતુ બારી ખોલતા જ તે સ્મેલ જતી રહે છે. જ્યારથી તે મારી સાથે છે,નાના નાના ઝઘડાઓ થયા છે. ગયો મહિનો ઘણો ખરાબ રહ્યો હતો. તે કોરોસ લાઈટ અને કોકટેલ પર ચાલે છે. જો તમે ટોપ-અપ કરો છો તો ડ્રિંકના દરેક ગેલન પર સારી સ્માઈલ આપે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Robbie Mcmillen (@robbiemcmillen26)

જોકે પોસ્ટમાં લિસ્ટીંગ પ્રાઈસ નથી. તે છત્તાં 38 વર્ષના રોબીએ કહ્યું કે- કેટલાંક લોકોએ તેને લઈને ઈન્ક્વાયરી પણ કરી હતી. જેના પછી તેણે કહેવું પડ્યું હતું કે તે માત્ર એક મજાક હતો. અમે લોકો આશરે 20 વર્ષથી સાથે રહીએ છીએ, માટે તેને મારા આવા પોસ્ટની જાણ હોય છે. આ કપલ બ્રિટનના એસેક્સનું રહનારું છે. પરંતુ તે લોકો પ્યૂર્ટો રિકો ડી ગ્રીન કેનરિયામાં રહે છે. તેમના બે બાળકો પણ છે. પોસ્ટ અંગે સારાએ વાત કરતા કહ્યું હતું કે- તે ઘણો ઢીટ છે. મેં જ્યારે પોસ્ટ જોઈ તો મને ઘણું હસું આવ્યું હતું કારણ કે તે ઘણી વખત આવી હરકતો કરતો રહે છે. તે એક પ્રેન્કસ્ટર છે. થઈ શકે છે કે તે સમયે તે મને મિસ કરી રહ્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp