UKમા સામે આવ્યા મંકીપોક્સના કેસ, ઇન્ફેકશન રોકવામાં લાગી પબ્લિક હેલ્થ એજન્સીઓ

PC: lokmatnews.in

જીવલેણ કોરોના વાયરસ સામે ઝઝૂમવા દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે ઇંગ્લેન્ડના નોર્થ વેલ્સમાં મંકીપોક્સના 2 કેસ સામે આવ્યા છે. તેની જાણકારી નોર્થ વેલ્સના પબ્લિક હેલ્થ ઑફિસર્સે આપી છે. તેમણે જણાવ્યું કે એક જ પરિવારના 2 લોકોમાં આ બીમારી સામે આવી છે. તેના કારણે બંને દર્દીઓમાં ફોલ્લા પડવા, ખૂજલી થવી, તાવ આવવા અને દુઃખવાની સમસ્યા થઈ ગઈ છે. આ બંને દર્દીઓ પર વેલ્સ એન્ડ ઇંગ્લેન્ડના બંને પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત નજર રાખી રહ્યા છે. વેલ્સના સ્વાસ્થ્ય સુરક્ષા સલાહકાર રિચાર્ડ ફર્થે કહ્યું છે કે ઈંગ્લેન્ડમાં મંકીપોક્સના બે કેસની પુષ્ટિ થવી દુર્લભ ઘટના છે. તેનાથી સામાન્ય લોકોને ઘણું જોખમ છે.

તેમણે કહ્યું કે અમે ઘણી એજન્સીઓ સાથે કામ કરતા બધા પ્રોટોકોલ અને પ્રક્રિયા હેઠળ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી લીધી છે. આ સંક્રમણ બીજા લોકોમાં ન ફેલાય એટલે અમે બધા સુરક્ષાત્મક પગલા ઉઠાવી રહ્યા છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, મંકીપોક્સ વાયરસના કારણે એક એવી બીમારી હોય છે, જેના લક્ષણ સ્મોલ પોક્સ જેવા હોય છે, પરંતુ તેનાથી ઓછા ગંભીર હોય છે છે. આ બીમારીના સામાન્ય લક્ષણ તાવ આવવો, શરીરમાં ફોલ્લા પડવા છે.

મોટા પ્રમાણમાં આ બીમારી જંગલી પ્રાણીઓ જેમ કે ઉંદરો અને વાંદરાઓમાંથી માણસોમાં ફેલાય છે. એ સિવાય આ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પણ ફેલાય છે. આ બીમારીથી ગ્રસિત 100માથી 10 દર્દીઓના મોતની આશંકા હોય છે. આ વાયરસ મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પાસે, મધ્ય અને પશ્ચિમ આફ્રિકી દેશોના અંતરિયાળ ભાગોમાં ફેલાય છે. આ મંકીપોક્સ વાયરસના મુખ્ય બે પ્રકાર છે, એક પશ્ચિમ આફ્રિકી અને બીજો મધ્ય આફ્રિકી.

શું છે મંકીપોક્સના લક્ષણ?

મંકીપોક્સ વાયરસના કેસોમાં શરૂઆતમાં તાવ, માથાનો દુઃખાવો, કમરમાં દુઃખાવો, માંસપેશીઓમાં જકડાશ અને દુઃખાવો થાય છે. તેમાં પણ ચિકનપોક્સની જેમ જ ફોલ્લા હોય છે. એક વખતે જ્યારે તાવ આવી જાય છે તો શરીરમાં ફોલ્લા વિકસિત થવા લાગે છે, જે મોટા ભાગે ચહેરા પરથી શરૂઆત થાય છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ જાય છે. તેમાં સામાન્ય રીતે હાથની હેથેળીઓ અને પગની તળિયામાં ફોલ્લા પડે છે. આ મંકીપોક્સ વાયરસ 14-21 દિવસ સુધી રહે છે.

કેટલો ખતરનાક?

મંકીપોક્સના મોટા ભાગના કેસ સામાન્ય હોય છે, ક્યારેક ક્યારેક ચેચક સમાન હોય છે અને થોડા જ અઠવાડિયામાં પોતાની જાતે જ સાજા થઈ જાય છે. જોકે મંકીપોક્સ ક્યારેક ક્યારેક વધારે ગંભીર હોય શકે છે અને પશ્ચિમ આફ્રિકામાં તેનાથી અનેક મોત પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp