પાકિસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાઇ, 14ના મોત

PC: thenational.ae

પૂર્વીય પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ઝડપી ગતિએ આવતી પેસેન્જર સાથે માલવાહક ટ્રેન ગુરુવારે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 14 લોકો માર્યા હયા હતા અને 79 લોકો ઘાયલ થયા હતા. રેડિયો પાકિસ્તાનના સમાચાર અનુસાર, ક્વેટ્ટા જઇ રહેલી અકબર એક્સપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્હર રેલવે સ્ટેશન ખાતે ઉભેલી માલવાહક ટ્રેન સાથે અથડાઇ હતી.

માલગાડી રેલવે લાઇન પર ઉભી હતી એ સમયે જ ઝડપી ગતિથી આવી રહેલી યાત્રી ટ્રેન મુખ્ય લાઇનના બદલે બીજી લાઇન પર નીકળી ગઇ હતી. રહીમ યાર ખાનના જિલ્લી પોલીસ અધિકારી ઉમર સલામત મુજબ મૃતકોમાં એક મહિલા અને આઠ પુરૂષ સામેલ છે જ્યારે ઘાયલોમાં 11 બાળકો અને 9 મહિલાઓ સામેલ છે. પોલીસે જણાવ્યું કે દુર્ધટના બાદ અકબર એક્સપ્રેસ સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે અને ત્રણ ડબ્બાઓને પણ નુકસાન થયું છે.

જિયો ન્યુઝ અનુસાર, ઘાયલોને સાદિકાબાદ અને રહીમ યાર ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપાત કાળની જાહેરાત કરી દેવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાંથી એક બાળક અને એક વ્યક્તિને બચાવવામાં આવ્યા છે. ડીપીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન ચાલુ રહ્યું છે અને હાઇડ્રોલિક કટર્સ વડે કોચ કાપીને શવોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં વધુ લોકોના મોત થવાની આશંકા છે. વડાપ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. રેલ મંત્રી શેખ રાશિદ અહમદે દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp