મંગળ પર આવ્યું વાવાઝોડું

PC: slashgear.com

મંગળ પર ભીષણ ધૂળ ભરી આંધી ચાલવાને લીધે નાસાનું ઓપરચ્યુનિટી રોવર ઠપ્પ પડી ગયું છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ કહ્યું છે કે મંગળ પર ધૂળની આંધી આવવાને લીધે સૌર ઉર્જાથી ચાલનારું આ માનવરહિત યાન શટડાઉન મોડમાં જતું રહ્યું છે અને તેની આખી સિસ્ટમ ઓફલાઈન થઈ ગઈ છે, જેને લીધે તેના અસ્તિત્વને લઈને ચિંતાઓ વધી ગઈ છે.

નાસાએ કહ્યું છે કે અચાનક ધૂળની આંધી આવવાથી લાલ ગ્રહ પર સૂરજના કિરણોને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો અવરોધિત થઈ ગયો અને આશરે 1.4 કરોડ વર્ગ મીલમાં ફેલાયેલા આ વિસ્તારમાં ધૂળનું સ્તર છવાી ગયું છે. નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીમાં ઓપરચ્યુનિટીના પ્રોજેક્ટ મેનેજર જ્હોન કાલાસે કહ્યું છે કે તેને મંગળ ગ્રહ પર પરસીવરેંસ નામની જગ્યાએ જોવામાં આવ્યું છે. ઓપરચ્યુનિટી શટડાઉનમાં જતું રહ્યું છે. અમે આ ધૂળની આંધી ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે.

બધાને આ વાતની ચિંતા છે પરંતુ આશઆ છે કે આંધી ખતમ થઈ જશે અને રોવર ફરીથી અમારો સંપર્ક કરવામાં સક્ષમ થશે. સૌથી પહેલા 30 મેના રોજ ધૂળની આંધીની ખબર પડી હતી અને દિવસે દિવસે તે વધારે ખરાબ થતી ગઈ, જેને લીધે રોબોટીક યાન સાથે છેલ્લી વખત 10 જૂનના રોજ સંપર્ક થયો હતો. મંગળ ગ્રહ પર જીવનની જાણ કરવા માટે ઓપરચ્યુનિટી અને સ્પીરીટ નામના બે રોબોટીક યાનને 2003માં મંગળ પર મોકલવા માટે છોડવામાં આવ્યા હતા અને એક વર્ષ પછી તેઓ મંગળની ધરતી પર પહોંચ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp